Home> Entertainment
Advertisement
Prev
Next

‘એક ચુમ્મા તો બનતા હૈ’: રિલીઝ થયું હાઉસફૂલ-4નું પહેલું સોન્ગ, જુઓ Video

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફૂલ 4નું પહેલું સોન્ગ ‘એક ચુમ્મા તો બનતા હૈ’ સોમવારના રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ ટીઝરમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા હેગડે સાથે જોવા મળી રહ્યાં છે

‘એક ચુમ્મા તો બનતા હૈ’: રિલીઝ થયું હાઉસફૂલ-4નું પહેલું સોન્ગ, જુઓ Video

નવી દિલ્હી: બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફૂલ 4નું પહેલું સોન્ગ ‘એક ચુમ્મા તો બનતા હૈ’ સોમવારના રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ ટીઝરમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા હેગડે સાથે જોવા મળી રહ્યાં છે. સોન્ગમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલની કોમેડી જોવાનું તો બને છે. આ ફિલ્મ 25 ઓક્ટબરના રોજ થિયેટરોમાં રિલીઝ થઇ રહ્યું છે.

આ પણ વાંચો:- મેડ ઇન ચાઇના : સનેડો ગીતમાં દેખાઇ રાજકુમાર રાવ અને મૌની રોયની જોરદાર કેમેસ્ટ્રી

તમને જણાવી દઇએ કે, 'હાઉસફુલ 4' સાજીદ નડિયાદવાલાના નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સહ-નિર્મિત છે. ત્યારે, તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા આ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખુબજ પ્રશંસા મળી રહી છે. ફિલ્મ 'હાઉસફુલ 4'ના ટ્રેલર ઘણું ધમાકેદાર છે. કોમેડીથી ભરપૂર આ ટ્રેલરને જોયા બાદ હસી હસીને લોટપોટ થઇ જશો. આ ટ્રેલરના રિલીઝ થયા બાદ અક્ષય કુમારે ફિલ્મને લઇને ચાલી રહેલી ઉત્સુક્તાને વધારી દીધી છે.

આ પણ વાંચો:- 'શોલે'ના 'કાલિયા'તરીકે જાણિતા વિજૂ ખોટેનું હાર્ટ એટેકથી નિધન

ઉલ્લેખનીય છે કે, 'હાઉસફુલ 4' એક મલ્ટી પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જ્યાં આપણે કલાકારોને તેમના વર્તમાન જીવનમાં જોઇશું. જે તેમનો 600 વર્ષ પહેલાના જીવનના પુનર્જન્મ હશે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત 'હાઉસફુલ 4' એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા હેગડે અને અન્ય કેટલાક કલાકારો ભૂમિકાઓમાં છે.

જુઓ Live TV:-

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More