Home> Entertainment
Advertisement
Prev
Next

વાઇરલ થયો નોરા ફતેહીનો Dance Video, થોડા જ કલાકમાં 15 લાખ કરતા વધારે વ્યુઝ

બોલિવૂડમાં ડાન્સ ક્વિન બનીને છવાઈ જનાર નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. તે પોતાની આગામી ફિલ્મ બાટલા હાઉસના પ્રમોશન માટે કોમેડિયન ભારતી સિંહના શોમાં આવી હતી. 

વાઇરલ થયો નોરા ફતેહીનો Dance Video, થોડા જ કલાકમાં 15 લાખ કરતા વધારે વ્યુઝ

નવી દિલ્હી : બોલિવૂડમાં ડાન્સ ક્વિન બનીને છવાઈ જનાર નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. તે પોતાની આગામી ફિલ્મ બાટલા હાઉસના પ્રમોશન માટે કોમેડિયન ભારતી સિંહના શોમાં આવી હતી. અહીં નોરાએ એક ડાન્સ ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી. આ ચેલેન્જ અંતર્ગત નોરાએ પોતાની ફિલ્મના ગીત સાકી-સાકી પર એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે આખું સ્ટેજ હલી ગયું હતું. આ ડાન્સ પછી લોકોએ બહુ તાળીઓ વગાડી હતી. નોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડાન્સની ક્લિપ શેયર કરી છે. 

નોરાના આ ડાન્સ વીડિયોને અત્યાર સુધી 15 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે. 

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'નું ગીત 'ઓ સાકી સાકી' રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. આ ગીતમાં 'દિલબર ગર્લ' નોરા ફતેહી જબરજસ્ત બેલી ડાન્સ કરતી જોવા મળે છે. આ પહેલાં 12 જુલાઈના રોજ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. બાટલા હાઉસમાં આ ગીતને તનિષ્ક બાગચીએ રિક્રિએટ કર્યું છે અને તુલસી કુમાર તથા નેહા કક્કડે એને ગાયું છે. 

બાટલા હાઉસમાં જોન અબ્રાહમ લીડ રોલમાં નજર આવશે. દિલ્હીમાં 2008માં થયેલા એનકાઉન્ટરમાં બે આતંકીઓને પોલીસે ઠાર કર્યા હતા. આ ફિલ્મ તેના પર જ આધારિત છે. ફિલ્મમાં જોન એક મુસ્લિમ પોલીસ ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ અને પ્રભાસની સાહો પણ રિલીઝ થઈ રહી છે અને આના કારણએ ફિલ્મ સામે મોટો પડકાર ઉભો થયો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More