Home> Entertainment
Advertisement
Prev
Next

60 વર્ષની ઉંમરમાં આવા દેખાશે તમારા ફેવરિટ સિતારા! જુઓ PHOTOS

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર અલગ-અલદ પ્રકારની ચેલેન્જનું પૂર આવી ગયું છે અને આ બધા ચેલેન્જને પૂરી કરવામાં બોલીવુડ સિતારાઓ પણ પાછળ રહેતા નથી. 
 

60 વર્ષની ઉંમરમાં આવા દેખાશે તમારા ફેવરિટ સિતારા! જુઓ PHOTOS

નવી દિલ્હીઃ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર અલગ-અલદ પ્રકારની ચેલેન્જનું પૂર આવી ગયું છે અને આ બધા ચેલેન્જને પૂરી કરવામાં બોલીવુડ સિતારાઓ પણ પાછળ રહેતા નથી. જ્યાં હાલમાં બોટલ કેપ ચેલેન્જે ધૂમ મચાવી છે તો હવે બધા પોતાના ઓલ્ડ એજવાળા લુકના ફોટોથી લોકોને ચોંકાવી રહ્યાં છે. પોતાના ફેવરિટ સિતારાનો 60 વર્ષનો લુક જોઈને તમામ ફેન્ચ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યાં છે. 

આ નવી ચેલેન્જ પાછલા મહિને સામે આવી બેબી ફિલ્ટર ચેલન્જ સાથે મળતી આવે છે. બસ જ્યાં તે દરમિયાન આપણા સ્ટાર્સ બાળકો જોવા મળી રહ્યાં હતા તો અહીં વૃદ્ધ જોવા મળી રહ્યાં છે. 

વરૂણ ધવન
હવે આ ચેલેન્જમાં ઉતરતા અભિનેતા વરૂણ ધવને પોતાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. ફોટોમાં વરૂણ ઓલ્ડ એજ ફિલ્ટર બાદ પણ ઘણો ડેશિંગ દેખાઈ રહ્યો છે. હવે વરૂણના ફેન્સ તેની આ તસ્વીર પર લાખો લાઇક્સ આપી રહ્યાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Old age hit me like .. 👀

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

અર્જુન કપૂર
અર્જુન કપૂરે પણ આ ફેસ એપ ચેલેન્જમાં છલાંગ લગાવતા મોડુ કર્યું નથી. અર્જુનની આ ચેલેન્જની એક તસ્વીરે લોકોનું દિલ જીતી લીધું છે. અર્જુન કપૂર ઓલ્ડ એજમાં પણ દમદાર લાગી રહ્યો છે. આ ફોટોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા અર્જુન કપૂરે લખ્યું, 'વૃદ્ધા અવસ્થાએ મને આમ માર્યો.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤perfect

A post shared by RANVEERSINGH (@ranveersingh_updates) on

દીપિકા પાદુકોણ-રણવીર સિંહ
સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના એક ફેન પેજે તેના લગ્નની તસ્વીરને આ એપમા ફિલ્ટરની સાથે શેર કરી છે. 60 વર્ષની ઉંમરની આ એપમાં પણ બંન્નેની જોડી વિશ્વની સૌથી રોમેન્ટિક અને સુંદર જોડી લાગી રહી છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More