Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa ની પાંખ કાપવાની પ્રયાસ કરશે વનરાજ, શાહ પરિવાર છોડવાનો કરશે નિર્ણય

Anupamaa Spoiler Alert: ટીવી શો ‘અનુપમા‘ (Anupamaa) માં એવુ જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, જેના વિશે વનરાજ કે બા તો શું, સિરીયલનાં ફેન્સે પણ વિચાર્યુ નહીં હોય.

Anupamaa ની પાંખ કાપવાની પ્રયાસ કરશે વનરાજ, શાહ પરિવાર છોડવાનો કરશે નિર્ણય

નવી દિલ્લીઃ રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) સ્ટારર ટીવી શો ‘અનુપમા’માં છેલ્લા કેટલાક દિવસથી એક નવો વળાંક આવી રહ્યો છે. કોલેજ ફ્રેન્ડ અનુજ કપાડિયાનો સાથ મળ્યા બાદ અનુપમાના જીવનમાં જે  મોટો બદલાવ આવ્યો છે,  તેના કારણે તેના એક્સ હસબન્ડ વનરાજ (Sudhanshu Pandey) ઈર્ષ્યાથી ધુંઆપુંઆ થઈ ગયો છે. છેલ્લા એપિસોડમાં જોયુ કે, અનુપમા પોતાના પરિવારના કારણે અનુજની ઓફરને ના પાડવાનું વિચારે છે પરંતુ હવેના અપકમિંગ એપિસોડમાં અનુપમાનાં નિર્ણયથી વનરાજ અને બા ની ઊંઘ હરામ થઈ જશે. અનુપમા પોતાના કરિયર માટે શાહ પરિવાર છોડવાનું મન બનાવશે.

અનુજ સંગ ઉડાન ભરશે અનુપમા
અપકમિંગ ટ્રેકમાં જોવા મળશે કે, અનુપમા અનુજની સાથે પોતાનું કરિયર બનાવવા માટે હા પાડશે. સતત વિચાર્યા અને ઈમોશનલ થયા બાદ અનુપમા અનુજની ડીલ સ્વીકારવા માટે તૈયાર નથી થતી. તેને એવી મહિલાઓનો વિચાર આવે છે, જેમની કિસ્મત હોટલ શરૂ થયા બાદ બદલવાની છે. અનુપમા પોતાના પરિવારની સામે આવીને વનરાજના ખિસ્સામાંથી પેન કાઢીને અનુજની ડીલ પર સાઈન કરશે. આ સાથે જ એલાન કરશે કે, આવતીકાલથી તે સવારે અનુજ સાથે ઓફિસ જશે.

Sonu Sood ની વધી મુશ્કેલી, IT વિભાગે કર્યો 20 કરોડની ટેક્સ ચોરી અને બનાવટી વ્યવહારનો દાવો

બા અને વનરાજને મળશે કરારો જવાબ
આ નિર્ણય સાંભળીને વનરાજ, અનુપમને ધમકી આપે છે કે, જો તે પરિવારની વિરુદ્ધ ગઈ, તો તેની પાંખો કાપી નાંખવામાં આવશે. વનરાજને વળતો જવાબ આપતા અનુપમા કહેશે, પાંખો તો શું, હવે તેને ઉડાન ભરતા કોઈ નહીં રોકી શકે અને વનરાજ તેને રોકવાની કોશિશ કરશે તો , તે પણ હારી જશે. પુત્રનું અપમાન બા થી સહન નહીં થાય અને અનુપમાને સ્વાર્થી કહેશે. આ સાંભળીને અનુપમા બા ને કહે છે કે, 25 વર્ષથી તે માત્ર બીજા લોકોનો વિચાર કરતી હતી. પરંતુ હવે તે માત્રને માત્ર પોતાના કરિયરને સંભાળશે. એવુ પણ બની શકે પોતાનું કરિયર બનાવવા માટે અનુપમા શાહ પરિવારથી અલગ થઈને એકલા રહેવાનો નિર્ણય કરે. કારણકે અનુપમા અનુજને પણ ચોખ્ખુ કહે છે કે, હવે તે નવા સંબંધ માટે તૈયાર નથી.

તારક મહેતામાં સિમ્પલ દેખાતી માધવી ભાભીના હાથમાં બીડી, ફેન્સને લાગ્યો મોટો ઝટકો

અનુજ આપશે વધુ એક સરપ્રાઈઝ
અપકમિંગ એપિસોડમાં તમે જોશો કે, એકબાજુ અનુપમાનાં નિર્ણયથી વનરાજ અને બા ને ઝટકો લાગશે. બંનેના પગ નીચેથી જમીન સરકી જશે. બીજીબાજુ અનુજ ખુશી ખુશી રસગુલ્લા ખાશે. અનુજ અનુપમાને વધુ એક સરપ્રાઈઝ આપવાની તૈયારીમાં છે. જેના વિશે તે ગોપીકાકા સાથે વાત પણ કરશે. અપકમિંગ ટ્રેક ખૂબ જ મજેદાર સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More