Home> Entertainment
Advertisement
Prev
Next

'વિરાટ કોહલી'ને એક્ટ્રેસે ગળે લગાવ્યો તો ફેન્સે કહ્યું- 'તમે તો હાર્દિક પંડ્યાને પકડો...'

પાકિસ્તાન વિરૂદ્ધ તેમણે પોતાની ઇનિંગમાં 65 બોલનો સામનો કરી સાત ચોગ્ગા ફટકાર્યા. મેચ દરમિયાન બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પણ ટીમ ઇન્ડીયાને ચીયરઅપ કરવા પહોંચી. અભિનેત્રી વિરાટ કોહલીના સ્ટેચ્યૂ સાથે ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેને લઇને તે ફેન્સનો ટાર્ગેટ બની ગઇ છે.   

'વિરાટ કોહલી'ને એક્ટ્રેસે ગળે લગાવ્યો તો ફેન્સે કહ્યું- 'તમે તો હાર્દિક પંડ્યાને પકડો...'

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019) મેચમાં 65 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 51 બોલમાં પોતાના કેરિયરની 51મી ફીફ્ટી પુરી કરી અને પછી 57 રન પર પહોંચતાં જ 11 હજાર રન પુરા કરી લીધા. પાકિસ્તાન વિરૂદ્ધ તેમણે પોતાની ઇનિંગમાં 65 બોલનો સામનો કરી સાત ચોગ્ગા ફટકાર્યા. મેચ દરમિયાન બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પણ ટીમ ઇન્ડીયાને ચીયરઅપ કરવા પહોંચી. અભિનેત્રી વિરાટ કોહલીના સ્ટેચ્યૂ સાથે ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેને લઇને તે ફેન્સનો ટાર્ગેટ બની ગઇ છે.

જાન્હવી કપૂરે કર્યો બેલી ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો VIDEO 

ઉર્વશી રૌતેલા લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમ પણ પહોંચી હતી, જ્યાં તેમણે ક્રિકેટર વિરાટ કોહલીના મોમના પૂતળા સાથે ફોટો ક્લિક કરાવ્યો. વિરાટ કોહલીના સ્ટેચ્યૂને ગળે લગાવી સોશિયલ મીડિયા યૂજર્સને ગમ્યું નહી અને તેમણે અભિનેત્રીને ટ્રોલ શરૂ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક ટ્રોલને વિચિત્ર અને ભદ્દી કોમેન્ટ કરી. 
fallbacks

ઉર્વશીના ફોટા પર એક યૂજરે કમેંટ કરતાં લખ્યું, ''હવે તો અનુષ્કા સાથે છુટાછેડા પાક્કા છે..'' તો બીજી તરફ લખ્યું ''અનુષ્કા શોધી રહી છે તમને...''

આ તરફ પાકિસ્તાન વિરૂદ્ધ જીતી ટીમ ઇન્ડીયા, બીજી તરફ વાયરલ થવા લાગ્યો તૈમૂરનો ફોટો

એક વ્યક્તિએ ટોણો મારતાં કહ્યું કે ઉર્વશીને લખ્યું છે કે ''નહી મળે''. તે કોમેન્ટ પર એક યૂઝર લખે છે, ''ઝઘડો મત મિત્રો, તે ફક્ત મિત્ર છે.'' એક ઇંસ્ટાગ્રામ યૂઝરે કોમેન્ટમાં લખ્યું છે, ''અરે ઉર્વશી તુ હાર્દિક પંડ્યાને પકડ.''
fallbacks

વર્કફ્રંટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, ઇલિયાના, અનિલ કપૂર સહિત ઘણા કલાકારો જોવા મળશે. આઇટમ નંબર માટે ફેમસ અભિનેત્રી ઉર્વશી 'સિંહ સાહબ ધ ગ્રેટ', 'ગ્રાંડ મસ્તી', 'સનમ રે', 'હેટ સ્ટોરી' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More