Home> Entertainment
Advertisement
Prev
Next

ઇન્ડસ્ટ્રીના મોટા લોકોએ કરી હતી આવી હરકત! ઉર્ફી જાવેદે કાસ્ટિંગ કાઉચ મુદ્દે કર્યો ખુલાસો

ઉર્ફી  (Urfi Javed) એ જણાવ્યું કે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં માત્ર પુરૂષોનું ચાલે છે. એક મીડિયા સાથે વાતચીતમાં ઉર્ફીએ કહ્યું- દરેક બીજી યુવતીની જેમ મેં પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે.
 

ઇન્ડસ્ટ્રીના મોટા લોકોએ કરી હતી આવી હરકત! ઉર્ફી જાવેદે કાસ્ટિંગ કાઉચ મુદ્દે કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ બિસ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. આ સિવાય તે દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. હાલમાં ઉર્ફીએ જણાવ્યું હતું કે તે ઇસ્લામને ફોલો કરતી નથી અને ન કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરશે. હવે તેણે કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ ચુકી છે. 

કાસ્ટિંગ કાઉચનો થઈ ચુકી છે શિકાર
ઉર્ફી  (Urfi Javed) એ જણાવ્યું કે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં માત્ર પુરૂષોનું ચાલે છે. એક મીડિયા સાથે વાતચીતમાં ઉર્ફીએ કહ્યું- દરેક બીજી યુવતીની જેમ મેં પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. આ એક વાર થયું હતું જ્યારે મને કોઈએ બળજબરીથી તેમાં ધકેલૂ, પરંતુ હું બચીને નિકળી આવી અને ખુબને લકી માનુ છું. ઇન્ડસ્ટ્રીમાં પુરૂષો પાવરફુલ છે. તેની પાસે ગમે તેને રિજેક્ટ કરવાનો અધિકાર હોય છે. પરંતુ આ દરમિયાન ઉર્ફીએ કોઈનું નામ લીધું નહીં, પરંતુ એટલું જરૂર જણાવ્યું કે, તે ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા લોકો દ્વારા કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ હતી. 

આ પણ વાંચોઃ Taarak Mehta ની કાસ્ટનો સમુદ્ર કિનારો સુપર બોલ્ડ અવતાર, નાના ટોપમાં બતાવી બ્રા

ઘણા મુસ્લિમ લોકો કરે છે ખરાબ કોમેન્ટ્સ
ઉર્ફી જાવેદે હાલમાં મુસ્લિમ સમુદાય અને ટ્રોલિંગને લઈને વાત કરી હતી. તેનું કહેવું છે કે સમાજ તેના બોલ્ડ લુકને વધુ પસંદ કરતો નથી, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં તેના કોઈ ગોડફાધર નથી અને સૌથી મોટી વાત છે કે હું મુસ્લિમ છું. તેણે કહ્યું- હું મુસ્લિમ યુવતી છું. જ્યારે લોકો સોશિયલ મીડિયા પર ખરાબ કોમેન્ટ કરે છે તો તેમાં મોટા ભાગના મુસ્લિમ હોય છે. તે મને નફરત કરે છે કારણ કે મુસ્લિમ પુરૂષ ઈચ્છતા નથી કે તેની મહિલાઓએ એક ચોક્કસ પણે વ્યવહાર કરવો જોઈએ. 

મુસ્લિમ યુવક સાથે નહીં કરૂ લગ્ન
ઉર્ફીએ આગળ કહ્યું કે, તે સમુદાયની બધી મહિલાઓને કંટ્રોલ કરવા ીચ્છે છે અને તે કારણ છે કે હું ઇસ્લામને માનતી નથી. મને ટ્રોલ કરવાનું સૌથી મોટું કારણ છે કે હું તે પ્રકારે વ્યવહાર કરતી નથી. ઉર્ફીએ કહ્યું- હું મુસ્લિમ યુવક સાથે લગ્ન કરીશ નહીં. હું ઇસ્લામમાં વિશ્વાસ કરતી નથી અને હું કોઈપણ ધર્મને ફોલો કરતી નથી. તેથી મને ચિંતા નથી કે હું કોને પ્રેમ કરુ છું. હું ઈચ્છુ તેની સાથે લગ્ન કરી શકુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More