Home> Entertainment
Advertisement
Prev
Next

હવે બનશે પીએમ મોદીની બાયોપિક, વડાપ્રધાન બનશે 'આ' એક્ટર !

હાલમાં વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપીક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક 'ઠાકરે'નું ટ્રેલર રિલીઝ થયું

હવે બનશે પીએમ મોદીની બાયોપિક, વડાપ્રધાન બનશે 'આ' એક્ટર !

નવી દિલ્હી : હાલમાં વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપીક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક 'ઠાકરે'નું ટ્રેલર રિલીઝ થયું તો ચર્ચાનું માર્કેટ ગરમ થઈ ગયું. આ ફિલ્મો પછી એવી ફિલ્મની માહિતી મળી છે જે ધમાલ મચાવી દેશે. ખબર પડી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક પણ રિલીઝ થવાની છે. 

fallbacks

અમારી સહયોગી વેબસાઇટ બોલિવૂડ લાઇફના સમાચાર પ્રમાણે આ બાયોપિકમાં લોકોની રૂચિ જોયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર  ફિલ્મ બનવાની છે જેમાં વડાપ્રધાનનો રોલ વિવેક ઓેબેરોય ભજવવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરૂ થઈ જવાનું છે. આ બાયોપિકનું શૂટિંગ જાન્યુઆરી, 2019થી શરૂ થવાનું છે. 

કાજોલની દીકરીનો સુપરહોટ અંદાજ, શેયર કરી સ્વિમસૂટમાં તસવીર

આ ફિલ્મ માટે વિવેકે પોતાના લુક પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ રોલને વિવેક પોતાની કરિયરનો સૌથી ચેલેન્જિંગ રોલ માને છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. હાલમાં આ ફિલ્મનું નામ નક્કી નથી કરવામાં આવ્યું પણ એને 'મેરી કોમ'ના ડિરેક્ટર ઓમંગ કુમાર ડિરેક્ટર કરશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More