Home> Entertainment
Advertisement
Prev
Next

કરિશ્માને તેના એક્સ પતિની 'આ' અપડેટ જાણીને ચોક્કસ લાગી ગઈ હશે આગ

કરિશ્મા અને સંજય કપૂર વચ્ચે તલાક થઈ ગયા છે

કરિશ્માને તેના એક્સ પતિની 'આ' અપડેટ જાણીને ચોક્કસ લાગી ગઈ હશે આગ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે 2016માં ડિવોર્સ થઈ ગયા છે. આ ડિવોર્સ પછી કરિશ્માના એક્સ પતિ સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. હવે ખબર પડી છે કે સંજય અને પ્રિયા બહુ જલ્દી માતા-પિતા બનવાના છે. એન્ટરટેઇનમેન્ટ પોર્ટલની માહિતી પ્રમાણે પ્રિયા પ્રેગનન્ટ છે અને બહુ જલ્દી ડિસેમ્બર મહિનામાં માતા બનવાની છે. 

હાલમાં પ્રિયા બેબી બંપ સાથે જોવા મળી રહી છે અને તેની અનેક તસવીર વાઇરલ બની રહી છે. પ્રિયા અને સંજયનું આ પહેલું બાળક હશે. આ પહેલાં સંજય બે વાર પિતા બની ગયો છે. સંજય અને કરિશ્માને સમાઇરા નામની દીકરાઅને કિયાન નામનોદીકરો છે. પ્રિયા પણ પહેલાં લગ્નથી સફીના નામની દીકરીની માતા છે. પ્રિયા એક પોપ્યુલર મોડલ રહી ચૂકી છે અને સંજય દિલ્હીમાં સેટલ્ડ બિઝનેસમેન છે. પ્રિયા ભૂતકાળમાં અમિતાભ બચ્ચન સાથે એક એડમાં જોવા મળી હતી અને પછી તનીષા તેમજ ઉદય ચોપડા સાથે 'નીલ એન્ડ નિક્કી'માં પણ દેખાઈ હતી. 

ચર્ચા પ્રમાણે કરિશ્મા અને સંજનના મતભેદનું કારણ જ પ્રિયા સચદેવ હતી. પ્રિયાને કારણે જ કરિશ્મા અને સંજયે અલગ થવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તો કરિશ્મા પણ પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે અને તે બિઝનેસમેન સંદીપ તોશનીવાલને ડેટ કરતી હોવાના સમાચાર છે. હાલમાં સમાચાર હતા કે કરિશ્મા અને સંદીપ લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More