Home> Entertainment
Advertisement
Prev
Next

Good News મૂવીનું નવું ગીત Maana Dil થયું રિલીઝ, સુપર ઇમોશનલ છે શબ્દો 

અક્ષયકુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) બહુ જલ્દી રિલીઝ થવાની છે. 

Good News મૂવીનું નવું ગીત Maana Dil થયું રિલીઝ, સુપર ઇમોશનલ છે શબ્દો 

મુંબઈ : અક્ષયકુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) બહુ જલ્દી રિલીઝ થવાની છે. હાલમાં આ બંને ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. હવે ફિલ્મને મેકર્સે નવું ગીત માના દિલ (Maana Dil) રિલીઝ કર્યું છે. આ ગીતને બી પ્રાકે અવાજ આપ્યો છે અને એના શબ્દો સુપર ઇમોશનલ છે. 

આયેશા શ્રોફે પોસ્ટ કરી દીકરા ટાઇગર સાથેની તસવીર, જોઈને સુધરી જશે દિવસ

આ ફિલ્મના ટ્રેલર અને ગીત ‘ચંડીગઢ મેં’ અને ‘સૌદા ખરા ખરા’ને સારો રિસ્પોન્સ મળ્યા પછી ડિરેક્ટર્સે સોમવારે બીજુ એક ગીત ‘માના દિલ’ રીલિઝ કર્યું છે. નોંધનીય છે કે આ પહેલા પણ બી પ્રાક ‘કેસરી’ ફિલ્મના ગીત ‘તેરી મિટ્ટી’માં પોતાનો અવાજ આપી ચૂક્યો છે. આ ગીત પણ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. ‘ગુડ ન્યૂઝ’ના ગીત ‘માના દિલ’માં ફિલ્મ લીડ કેરેક્ટર્સ અક્ષય, કરીના, દિલજીત અને કિયારા વિચિત્ર સ્થિતિમાંથી પસાર થતાં જોવા મળે છે. આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે દરેક લોકો ‘ગુડ ન્યૂઝ’ મળ્યા પછી ખુશી થવાની જગ્યાએ દુઃખી થતાં જોવા મળે છે. તનિષ્ક બાગચીએ આ ગીતનું મ્યૂઝિક આપ્યું છે.

કપિલ અને ગિન્ની બની ગયા માતા-પિતા, ટ્વિટ કરીને આપી જાણકારી

આ ફિલ્મમાં અક્ષય અને કરીના કપૂર એવા વિવાદિત કપલની ભૂમિકામાં જોવા મળશે, જે બાળક માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર બની છે. તો બીજી તરફ રાજ મહેતા ડાયરેક્ટર તરીકે આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહ્યા છે. હીરૂ જોહર, અરૂણા ભાટીયા, કરણ જોહર, અપૂર્વા મહેતા અને શશાંક ખેતાને આ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા છે અને ધર્મા પ્રોડક્શન હાઉસ અને ઝી સ્ટૂડિયોના બેનર હેઠળ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More