Home> Entertainment
Advertisement
Prev
Next

Cannes 2024: કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં હિલ્સ વિના ન મળે એન્ટ્રી... જાણો ફિલ્મ ફેસ્ટિવલના અનોખા નિયમો વિશે

Cannes 2024: કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે શાનદાર ફિલ્મો અને ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં જવું હોય તો કેટલાક નિયમોનું પાલન પણ કરવું પડે છે. આ નિયમોનું પાલન થાય તો જ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મળે છે. આજે તમને કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરવાના કેટલાક રસપ્રદ નિયમો વિશે જણાવીએ.

Cannes 2024: કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં હિલ્સ વિના ન મળે એન્ટ્રી... જાણો ફિલ્મ ફેસ્ટિવલના અનોખા નિયમો વિશે

Cannes 2024: કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે શાનદાર ફિલ્મો અને ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આ વર્ષે 77 મો કાંસ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે. દર વર્ષે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના કલાકારો પહોંચે છે. વર્ષ દરમિયાન ફિલ્મ પ્રેમીઓ આ ઇવેન્ટ ની રાહ જોવે છે. ફિલ્મ કરતા આ ફેસ્ટિવલમાં આવનાર કલાકારોના લુક્સ અને કપડાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. બોલીવુડમાંથી પણ એશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ સહિતની અદાકારાઓ કાંસ ફિલ્મ ફેસ્ટિવલ જઈ ચુકી છે અને દર વર્ષે જાય છે. જો કે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં જવું હોય તો કેટલાક નિયમોનું પાલન પણ કરવું પડે છે. આ નિયમોનું પાલન થાય તો જ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મળે છે. આજે તમને કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરવાના કેટલાક રસપ્રદ નિયમો વિશે જણાવીએ.

આ પણ વાંચો: Heeramandi: અદિતિ રાવ હૈદરીએ કેમેરા સામે એવી કમર લચકાવી કે લોકો થઈ રહ્યા છે પાગલ

હિલ્સ વિના એન્ટ્રી નહીં 

આ ઇવેન્ટમાં જવું હોય તો સેલિબ્રિટીએ હિલ્સ પહેરવી ફરજિયાત છે. આ વાત અટપટી છે પરંતુ સાચી છે. વર્ષ 2015માં જ આ નિયમ બનાવવામાં આવ્યો. તેનું કારણ છે કે હિલ્સ પહેરવાથી સ્ટાર્સનો લુક વધારે સારો દેખાય છે. 

હેન્ડબેગ સાથે ન રાખવી 

આ રેડ કાર્પેટ પર વોક કરવાનું હોય ત્યારે હેન્ડબેગ કે કેરી બેગ સાથે રાખી શકાતી નથી. જે સ્ટાર્સ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરવાના હોય તેમને પહેલાથી જણાવી દેવામાં આવે છે કે તેમની બેગ્સને હોટેલ કે કારમાં જ રાખે સાથે કેરી ન કરે. 

આ પણ વાંચો: રિલીઝના 11 મહિના પછી ઓટીટી પર જોવા મળશે વિક્કી-સારાની ફિલ્મ, અહીં થઈ રહી છે રિલીઝ

સેલ્ફી ન લઈ શકાય 

ફેસ્ટિવલમાં કોઈપણ વ્યક્તિને સેલ્ફી લેવાની પરવાનગી નથી. આ નિયમ પણ વર્ષ 2015 થી શરૂ થયો. આ નિયમનું કારણ છે કે જે પણ અહીં આવે તેણે આ ફેસ્ટિવલના માહોલને જ માણવાનો હોય છે ફોટોગ્રાફર તેમનું કામ કરી રહ્યા હોય છે. 

ફોટોગ્રાફર્સે માટે ડ્રેસ કોડ 

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં જવા માટે પૈપરાઝી એટલે કે ફોટોગ્રાફર માટે પણ નિયમ છે. તેઓ અહીં ડ્રેસ કોડ વિના એન્ટ્રી કરી શકતા નથી. ફોટોગ્રાફર્સે અહીં બ્લેક ટક્સીડો અને ફોર્મલ શુઝ પહેરવા પડે છે.  

આ પણ વાંચો: Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત

5 થી 25 લાખની ટિકિટ 

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના કલાકારો ઉપરાંત પત્રકાર અને ફિલ્મ ક્રિટિક્સ પણ પહોંચે છે. પરંતુ તેમણે ટિકિટ લેવી ફરજીયાત છે. આ ટિકિટની કિંમત 5 લાખ થી 25 લાખ રૂપિયા સુધીની હોય છે. ટિકિટની કિંમતો પણ ફિલ્મના પ્રીમિયર અને સ્ટાર્સની એન્ટ્રીના ટાઈમિંગ પર ડીપેન્ડ કરે છે. 

રેડ કાર્પેટ ત્રણ વખત બદલે છે 

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌની નજર સ્ટાર્સના રેડ કાર્પેટ લુક પર હોય છે. તેથી એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે રેડ કાર્પેટ સાફ હોય. કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં બે કિલોમીટર લાંબો રેડ કાર્પેટ હોય છે જેના પર કલાકારો વોક કરે છે. અને આ રેડ કાર્પેટ ત્રણ વખત બદલવામાં આવે છે. 

આ પણ વાંચો: હીરામંડીમાં નોકરાણી સાથે સોનાક્ષી સિન્હાએ કર્યા ઈંટીમેટ સીન, શેર કર્યો પોતાનો અનુભવ

મહેમાનોના ભોજન અને ડ્રિંક્સ પર કરોડોનો ખર્ચ 

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં જે મહેમાનો પહોંચે છે તેમના ભોજન પણ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં આવનાર સેલિબ્રિટીને વાઈન અને શેમ્પેઇન સર્વ કરવામાં આવે છે. જે દુનિયાની મોંઘામાં મોંઘી શેમ્પેઇન અને વાઈન હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More