Home> Entertainment
Advertisement
Prev
Next

PM મોદીની 'ગુસ્સો ઉતારવા'વાળી કોમેન્ટ પર આવ્યો ટ્વિંકલનો જવાબ, કહ્યું- 'હું વાતને...'

બુધવારે સવારે પીએમ નરેંન્દ્ર મોદીનો એક અલગ પ્રકારનો ઇન્ટરવ્યૂં લોકોની સમક્ષ આવ્યો, ઇન્ટરવ્યૂ લેનાર હતો બોલીવુડ સુપર સ્ટાર. અક્ષય કુમારની સાથે પોતાના અંગત જીવન પર ચર્ચા કરી, જે ઇન્ટરવ્યૂ આખા દેશમાં પ્રસારિત થયો. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ અક્ષયની પત્ની ટ્વિંકલના ટ્વિટ્સ પર પણ વાત કરી હવે ટ્વિંકલે પણ આ વાતનો જવાબ આપી દીધો છે.  

PM મોદીની 'ગુસ્સો ઉતારવા'વાળી કોમેન્ટ પર આવ્યો ટ્વિંકલનો જવાબ, કહ્યું- 'હું વાતને...'

નવી દિલ્હી: બુધવારે સવારે પીએમ નરેંન્દ્ર મોદીનો એક અલગ પ્રકારનો ઇન્ટરવ્યૂં લોકોની સમક્ષ આવ્યો, ઇન્ટરવ્યૂ લેનાર હતો બોલીવુડ સુપર સ્ટાર. અક્ષય કુમારની સાથે પોતાના અંગત જીવન પર ચર્ચા કરી, જે ઇન્ટરવ્યૂ આખા દેશમાં પ્રસારિત થયો. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ અક્ષયની પત્ની ટ્વિંકલના ટ્વિટ્સ પર પણ વાત કરી હવે ટ્વિંકલે પણ આ વાતનો જવાબ આપી દીધો છે.  

વડાપ્રધાનમંત્રી મોદીએ અક્ષય કુમારના ઘરમાં પારિવારિક શાંતિની પાછળ પોતાને જવાબદાર ગણાવ્યા હતા, તેમનું કહેવું હતું કે ટ્વિંકલને ફોલો કરે છે. હવે ટ્વિંકલે પણ મોડું કર્યા વિના પીએમ મોદીની વાતનો જવાબ આપી દીધો છે. કદાચ દરેકને ટ્વિંકલની આ પ્રતિક્રિયાનો આતુરતાપૂર્વક ઇંતઝાર હતો. કારણ કે ટ્વિંકલ એકદમ હાજર જવાબી છે અને સાથે જ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. જુઓ ટ્વિકલનો જવાબ...
fallbacks

ટ્વિટકલ ખન્નાએ પ્રતિક્રિયા આપતાં પોતાના ટ્વિટર પર એકાઉન્ટ પીએમ મોદી માટે એક સંદેશ લખ્યો છે. જેમાં લખ્યું છે 'હું આ જવાબને સકારાત્મક રીતે લેવા માંગીશ. વડાપ્રધાનમંત્રી ના ફક્ત ખબર છે કે હું આ દુનિયામાં રહુ છું પરંતુ તે મારા કામને પણ વાંચે છે.
fallbacks

તમને જણાવી દઇએ કે ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારના સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પ્રશ્ન બાદ મોદીએ કહ્યું હતું કે 'હું તમારી સાથે ટ્વિકલજીનું ટ્વિટર પણ જોવું છું. મને લાગે છે કે મારા કારણે તમારા બંને વચ્ચે ઝઘડો થતો નહી હોય કારણ કે તે બધો ગુસ્સો તો ટ્વિટર પર મારા પર કાઢી નાખે છે. મારા કારણે તમારા ઘરમાં પારિવારિક શાંતિ રહેતી હતી. આ વાત સાંભળીને અક્ષય કુમાર ખડખડાટ હસી પડ્યો. કારણ કે કદાચ તેમણે ક્યારેય વિચાર્યું નહી હોય કે દેશ પીએમ આ પ્રકાર મજાકિયા અંદાજમાં તેમની સાથે વાત કરશે. 

PM મોદીએ શું કહ્યું? જુઓ ખાસ મુલાકાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More