Home> Entertainment
Advertisement
Prev
Next

ડૉ. મશૂર ગુલાટીનું ટીવી પર કમબેક, શું ફરી કપિલ શર્મા સાથે દેખાશે સુનીલ ગ્રોવર?

ધ કપિલ શર્મા શોમાં ડો.મશહુર ગુલાટી અને ગુથ્થી જેવા પાત્રો ભજવતો કોમેડિયન સુનીલ ગ્રોવર શું ફરી કપિલની સાથે દેખાશે? કયા શો થી ફરી ટીવીમાં કમબેક કરી રહ્યો છે સુનીલ ગ્રોવર જાણો...

ડૉ. મશૂર ગુલાટીનું ટીવી પર કમબેક, શું ફરી કપિલ શર્મા સાથે દેખાશે સુનીલ ગ્રોવર?

નવી દિલ્લીઃ 'ધ કપિલ શર્મા શો' પછી સુનીલ ગ્રોવર 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'માં જોવા મળ્યા. તેઓ દરેકની ખેંચતા જોવા મળ્યા એ પછી જજ અર્ચના પૂરણ સિંહ હોય કે પછી એન્કર રોશેલ. સુનીલ ગ્રોવરના ચાહકો તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો'માંથી બહાર થયા બાદ સુનીલ ગ્રોવરનું ફની કેરેક્ટર ગુથ્થીઅને મશહૂર ગુલાટી કેટલાક શોમાં જોવા મળ્યા હતા અને પછી ધીમે ધીમે ત્યાંથી પણ ગાયબ થઈ ગયા હતા. લાંબા બ્રેક પછી સુનીલ વેબ સિરીઝ 'સનફ્લાવર'માં જોવા મળ્યા હતા જેમાં તેના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આવામાં ફરીથી સુનીલ ગ્રોવરને ટીવીમાં જોવા ઓડીયન્સ આતુર હતી. 

ડૉ મશૂર ગુલાટીનું ટીવી પર કમબેક:
'ધ કપિલ શર્મા શો' પછી સુનીલ ગ્રોવર 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'માં જોવા મળ્યા હતા. તેની વિસ્ફોટક એન્ટ્રીએ સ્પર્ધકોની ઉત્સુક્તા વધારી દીધી. 

અર્ચનાને કહીં દીધી આ વાત:
'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'ના પ્રોમોમાં સુનીલ ગ્રોવર અર્ચના પૂરણ સિંહને કહે છે કે તે તેની ખૂબ પાસેથી જોવા માગે છે. પછી 'ઓર પાસ ઓર પાસ'ની ફિલ્મ શરૂ થાય છે. 

 

 

આ પછી સુનીલ અર્ચનાને કહે છે કે જો તે નજીક આવશે તો તે બરબાદ થઈ જશે. અર્ચના પૂરણ સિંહ પહેલા 'ધ કપિલ શર્મા શો'માં હસતી જોવા મળી હતી, હવે તે 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'માં જજની ખુરશી પર છે.

ક્યાં હતા સુનીલ ગ્રોવર:
ટીવી પર ડૉ. મશૂર ગુલાટીની રાહ જોઈ રહેલા તેમના ફેન્સને જણાવી દીઈએ કે સુનીલ હવે મોટા પડદાના કામમાં વ્યસ્ત છે. સુનીલ છેલ્લે સલમાન ખાન સ્ટારર 'ભારત'માં જોવા મળ્યો હતો. હવે તે શાહરૂખ ખાન સાથે આગામી ફિલ્મ 'જવાન'માં પણ જોવા મળશે. કપિલ શર્મા સાથેની તેની જોડી તૂટવાથી દરેકને ખૂબ જ દુઃખ છે. આવી સ્થિતિમાં આજે પણ દરેક લોકો તેમના એક થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ બંનેની હાજરીથી હાસ્યનો ડોઝ બમણો કરવા માંગે છે, પરંતુ હજુ સુધી કપિલ સાથે કમબેકના કોઈ સમાચાર નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More