Home> Entertainment
Advertisement
Prev
Next

રિલીઝ થયું 'કેસરી'નું ટ્રેલર, એકએક દ્રશ્યમાં છલકાય છે દેશભક્તિ

સારાગઢીની લડાઈ પર આધારિત અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘કેસરી’ આવતા વર્ષે 21 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે

રિલીઝ થયું 'કેસરી'નું ટ્રેલર, એકએક દ્રશ્યમાં છલકાય છે દેશભક્તિ

નવી દિલ્હી : સારાગઢીની લડાઈ પર આધારિત અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘કેસરી’ આવતા વર્ષે 21 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ ‘કેપ ઓફ ગુડ હોપ્સ ફિલ્મ્સ’ અને કરણ જોહરની ‘ધર્મા પ્રોડક્શન’એ કર્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર અનુરાગ સિંહ છે જ્યારે કલાકારોમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાનો સમાવેશ થાય છે. હાલમાં ટ્વિટર પર આ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરવામાં હતી. હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અક્ષય કુમાર હાથમાં તલવાર સાથે સિખના રૂપમાં જોવા મળ્યો. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિભાવ જોવા મળ્યો છે. 

કેસરીના ટ્રેલરમાં અક્ષય કુમારની સાથે પરિણીતિ ચોપરા પણ જોવા મળી છે. કેસરી એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. હકીકતમાં 1897માં 12 સપ્ટેમ્બરના દિવસે સારાગઢીનું યુદ્ધ થયું હતું અને આ ફિલ્મની વાર્તા સારાગઢીના યુદ્ધ પર જ આધારિત છે. 

સૂરજ બડજાત્યાના પિતાનું નિધન, આપ્યો હતો 'પ્રેમ'ને જન્મ

બેટલ ઓફ સારાગઢી તરીકે ઓળખાતું આ યુદ્ધુ સિખ રેજિમેન્ટ અને અફઘાન કબિલાઈઓ વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં આપણાં 21 જવાનની સામે 10 હજાર દુશ્મનો હતો. આ યુદ્ધ સવારથી લઈને સાંજ સુધી ચાલ્યું. આ યુદ્ધના બે દિવસ બાદ બ્રિટિશ આર્મીએ ફરી આ પોસ્ટ પર કબ્જો મેળવી લીધો. ભારતીય સૈનિકોને તે વખતે બ્રિટિશ સામ્રાજ્ય તરફથી બહાદુરીનો સર્વોચ્ચ પુરસ્કાર ઈન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ એનાયત કરાયો હતો.

 બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More