Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : 'છિછોરે'નું નવું દોસ્તી સ્પેશિયલ ટ્રેલર, હસીહસીને દુખી જશે પેટ 

ટ્રેલર જોઈને તમને તમારા કોલેજના દિવસો યાદ આવી જશે

VIDEO : 'છિછોરે'નું નવું દોસ્તી સ્પેશિયલ ટ્રેલર, હસીહસીને દુખી જશે પેટ 

નવી દિલ્હી : બોલિવૂડની આગામી ફિલ્મ છિછોરેનું આજે બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે અને આ ટ્રેલરનું નામ દોસ્તી સ્પેશિયલ રાખવામાં આવ્યું છે. આ ટ્રેલરને જોઈને તમને તમારા કોલેજના અને દોસ્તીના દિવસો યાદ આવી જશે. 

2016માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ બાદ ડિરેક્ટર નિતેશ તિવારી ફરી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે નિતેશ તિવારી સુશાંતસિંહ રાજપૂર અને શ્રદ્ધા કપૂર સાથે છિછોરે લઈને આવી રહ્યા છે. હાલમાં દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મનું ટ્રેલર ખાસ આમિર ખાનને બતાવ્યું હતું. 

આ ફિલ્મને દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે અને એને 6 સપ્ટેમ્બર, 2019ના દિવસે રિલીઝ કરવામાં આશે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભુમિકામાં જોવા મળશે. પહેલાં આ ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જોકે, આ જ દિવસે ‘સાહો’ રિલીઝ થવાની છે. શ્રદ્ધા કપૂર આ બંને ફિલ્મ્સમાં લીડ રોલમાં છે અને તેથી જ ‘છિછોરે’ની રિલીઝ ડેટ ચેન્જ કરીને હવે તેને છ સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શ્રદ્ધા-સુશાંત ઉપરાંત વરુણ શર્મા, તાહિર રાજ ભસીન તથા પ્રતિક બબ્બર છે. છ સપ્ટેમ્બરે જ ‘સેટેલાઈટ શંકર’ તથા ‘કમાન્ડો 3’ રિલીઝ થવાની છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More