Home> Entertainment
Advertisement
Prev
Next

રંગભૂમિ એ અભિનેતા માટેનું જિમ છે, પ્રતિક ગાંધીએ પોતાના જીવનની શેર કરી વાતો

રંગભૂમિ એ એક અભિનેતા માટે નું જિમ છે. અને હું થિયેટર ને ક્યારેય મારા થી દૂર જવા દેતો નથી કેમ કે થીયેટર મને દરેક ભૂમિકા અને મૂવીમાં વધુ સારું કરવા મને તૈયાર કરે છે અને કરશે.

રંગભૂમિ એ અભિનેતા માટેનું જિમ છે, પ્રતિક ગાંધીએ પોતાના જીવનની શેર કરી વાતો

અમદાવાદ: અભિનેતા અને દિગ્દર્શક  પ્રતિક ગાંધીએ કર્ણાવતી યુનિવર્સિટીની યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ સાથે  ‘આઉટ ઓફ સિલેબસ’નામની માસિક સેમિનાર શ્રેણીના ભાગરૂપે વાત કરી હતી. ઓનલાઇન સેમિનારમાં પત્રકારત્વ, ફિલ્મ નિર્માણ, લિબરલ આર્ટ્સ અને વાણિજ્યના વિવિધ વિષયો સહિત વિવિધ પૃષ્ઠભૂમિના 300 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિક ને બેય યાર, રોંગ સાઇડ રાજુ અને પ્રાદેશિક સિનેમાથી ઓટીટી પ્લેટફોર્મ સુધીની સફર સહિતની તેમની મૂવીઝ વિશે પ્રશ્નો પૂછ્યા હતા.

પ્રતિક ગાંધીએ સુરતમાં તેમના જીવન અને થિયેટર પ્રત્યેના તેમના પ્રેમ વિશે વાત કરતા જણાવ્યું કે "  રંગભૂમિ એ એક અભિનેતા માટે નું જિમ છે. અને હું થિયેટર ને ક્યારેય મારા થી દૂર જવા દેતો નથી કેમકે થીયેટર મને દરેક ભૂમિકા અને મૂવીમાં વધુ સારું કરવા મને તૈયાર કરે છે અને કરશે.

પોતાના જીવન ના સંઘર્ષ વિષે વાત કરતા પ્રતિક એ જણાવ્યું કે મુંબઈ માં ટકી રહેવા માટે મેં ખુબજ સંઘર્ષ કર્યું છે, ટેલિફોનના ટાવર લગાવ્યા છે, જન્મદિવસની પાર્ટીઓ અને કીટી પાર્ટીઓમાં પરફોર્મન્સ આપ્યા છે. મેં પ્રાયોગિક રીતે થિયેટરની શરૂઆત કરી હતી પરંતુ ત્યાં મને સારી ચૂકવણી મળતી ન હતી છતાંય મેં મારી જાતને થિયેટરથી દૂર કર્યું નાથી કેમકે મારે ત્યાંથી ઘણું શીખવાનું બાકી હતું. મને એવું લાગે છે કે ઈશ્વરે મને તે વ્યક્તિ તરીકે પસંદ કર્યો છે જે ટોચ પર પહોંચવા માટે ક્યારેય એલિવેટર નહીં મેળવે. મારે દરેક ફ્લોર પર રોકાવું પડશે અને વસ્તુઓ શીખવી પડશે.અને તેજ મને વધુ સારી વ્યક્તિ બનાવશે.  
 
1992 સ્કેમ ના કેટલાક ડાયલોગ સાથે પ્રતિક ગાંધી એ વિધાર્થીઓને મોજમાં લાવી દીધા હતા. સરકારના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઓટીટી પ્લેટફોર્મ વિશે પૂછવામાં આવતા, ગાંધીએ કહ્યું કે આપણે એવી વાતાવરણ બનાવવી જોઈએ કે જે વસ્તુઓ જગ્યાએ આવે. થિયેટરમાં પણ સેન્સરશીપના પ્રયત્નો થયા છે. પરંતુ થિયેટર એ એક એક્ટર્સનું માધ્યમ છે.

એકવાર અભિનેતા મંચ પર આવે ત્યારે કોઈ પણ કંઈ કરી શકતું નથી. કોઈ અભિનેતાને રોકવા માટે નિર્માતા અથવા દિગ્દર્શક સ્ટેજ પર ક્યારેય દોડાવે નહીં. તે ક્યારેય બરાબર નહીં થાય.જો કોઈને સેન્સર લગાવવાની જરૂર હોય તો તેને વાહનોમાં નાંખો જેથી અકસ્માતો ઓછા થાય અથવા તેને નળમાં મૂકી દે જેથી આપણે પાણી બચાવી શકીએ. ત્યાં સેન્સર મૂકો. ”

યુનાઇટેડવર્લ્ડ સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ માસ કમ્યુનિકેશન ના એડિશનલ ડિરેક્ટર પ્રીતિ દાસ એ જણાવ્યું કે "એવા સમયમાં જ્યારે ઓનલાઇન વર્ગો અને પરિસંવાદો એક નવો સામાન્ય છે, પ્રતિક ગાંધી જેવા સ્પીકર્સ વિદ્યાર્થીઓ સાથે ખૂબ સારા સંપર્ક ધરાવે છે. ભૂતકાળમાં રવિશ કુમાર, હાર્દિક મહેતા, પાન નલિન, ફ્લોરા સૈની, વિક્રમ શ્રીધર જેવા વક્તાઓ એ અમારા વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો."

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More