Home> Entertainment
Advertisement
Prev
Next

Govinda બની ગયો 'જોરુ કા ગુલામ' પત્ની સુનીતા એ કરાવ્યા દોડાવી-દોડાવીને પોતાના કામ

ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાનો એક વિડીયો સામે આવ્યો છે. જેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. અહી ગોવિંદાનું કંઈક અલગ જ રુપ જોવા મળી રહ્યું છે.

Govinda બની ગયો 'જોરુ કા ગુલામ' પત્ની સુનીતા એ કરાવ્યા દોડાવી-દોડાવીને પોતાના કામ

નવી દિલ્હી:  બોલિવુડ ના 'હિરો નંબર વન' થી જાણીતા બનેલા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાનું સેંસ ઓફ હ્યુમર ખુબ જ ફેમસ છે. જ્યારે પણ તેઓ સાથે દેખાય છે ત્યારે તેમના ફેન્સનું ખડખડાટ હસવું નકકી હોય છે. ત્યારે હવે એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ગોવિંદા 'હીરો નંબર વન' નહી પરંતુ 'જોરુ કે ગુલામ' બની ગયા છે.

દોડાવી-દોડાવીને કરાવ્યા સુનીતાએ કામ
ખરેખર, થોડા સમય પહેલા ગોવિંદા અને સુનિતા આહુજા 'ધ કપિલ શર્મા શો' માં જોવા મળ્યા હતા. હવે આ શો નો બૈક સ્ટેજ વિડીયો સામે આવ્યો છે, જેમાં સુનીતા આરામથી કાચ સામે ખુરશી પર બેસી છે અને ગોવિંદાને ઓર્ડર આપીને કામ કરાવી રહી છે. જુઓ આ વિડીયો... 

હસી-હસીને ફેન્સ થયા લોથપોથ
આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે કેવી રીતે સુનીતા આરામથી બેસીને ફળ ખાઈ રહી છે. પરંતુ ચીચી તેમના કપડાં પર આયરન કરી રહ્યા છે. તો કયારેક ભાગીને બીજા કામો કરી રહ્યા છે. વીડિયોના બૈક ગ્રાઉંડમાં 'તુમ તો ધોખેબાઝ હો' ગીતનું મ્યુઝિક સંભળાઈ રહ્યું છે. આ સીન જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી અને ફેન્સ કોમેન્ટ બોક્સમાં બંનેની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More