Home> Entertainment
Advertisement
Prev
Next

ફિલ્મ 'ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'ના ડાયરેક્ટરની ધરપકડ, કરી 34 કરોડની છેંતરપિંડી

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર લખવામાં આવેલા પુસ્તક 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બની રહેલી આ નામની ફિલ્મના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિજય રત્નાકરને જીએસટીમાં લગભગ 34 કરોડની છેતપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વિજયને જીએસટી ઇંટેલીજેંસ દ્વારા મુંબઇમાં ધરપકડ કરવામાં આવી છે. વિજય લાંબા સમયથી પોતાની આ ફિલ્મને લઇને ચર્ચામાં છે.

ફિલ્મ 'ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'ના ડાયરેક્ટરની ધરપકડ, કરી 34 કરોડની છેંતરપિંડી

નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર લખવામાં આવેલા પુસ્તક 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બની રહેલી આ નામની ફિલ્મના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિજય રત્નાકરને જીએસટીમાં લગભગ 34 કરોડની છેતપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વિજયને જીએસટી ઇંટેલીજેંસ દ્વારા મુંબઇમાં ધરપકડ કરવામાં આવી છે. વિજય લાંબા સમયથી પોતાની આ ફિલ્મને લઇને ચર્ચામાં છે.
 

તમને જણાવી દઇએ કે ઇન્ડીયન એક્સપ્રેસના અહેઆલ અનુસાર સેંટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સેક્શન 132(1)(C) હેઠળ તમામ કેસ દાખલ કરવામાં આવ્યા છે. વિજય ગુટ્ટેની કંપની વીઆરજી ડિજિટલ કોર્પ પ્રાઇવેટ લિમિટેડે ખોટા ઇનવોઇસ દ્વારા લગભગ 34 કરોડ રૂપિયાના ફ્રોડ કરવાનો આરોપ છે. આ કંપની પર આરોપ છે કે એનિમેશન અને મેનપાવર માટે બીજી કંપની (હોરાઇઝન આઉટસોર્સ સોલ્યૂશંસ પ્રા. લિ)થી 34 કરોડના ફેક ઇનવોઇસ લીધા. તમને જણાવી દઇએ કે વિજય ગુટ્ટેની આ બીજી પર કંપની પર પહેલાં જ 170 કરોડ રૂપિયાના જીએસટીમાં છેતરપિંડી કરવાનો આરોપ છે. 

જાણકારી અનુસાર ગુટ્ટેને 14 ઓગસ્ટ સુધી આર્થર રોડ જેલ મોકલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' આ વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ રિલીજ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More