Home> Entertainment
Advertisement
Prev
Next

thappad box office collection: જાણો તાપસી પન્નુની ફિલ્મએ પ્રથમ દિવસે કરી કેટલી કમાણી


તાપસી પન્નુની ફિલ્મ થપ્પડ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સના ઘણા સારા રિવ્યૂ મળ્યા છે પરંતુ તેની ઓપનિંગ ઠંડી રહી છે. 
 

 thappad box office collection: જાણો તાપસી પન્નુની ફિલ્મએ પ્રથમ દિવસે કરી કેટલી કમાણી

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ'ની ચર્ચા હતી. આ ફિલ્મને ક્રિટિક્સના ઘણા પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે. ફિલ્મમાં તાપસીની એક્ટિંગની પણ ખુબ પ્રશંસા થઈ રહી છે. પરંતુ બોક્સ ઓફિસ પર તેની ઓપનિંગ ઠંડી રહી છે. પરંતુ આ ઓપનિંગ 'પંગા' અને 'સાંડ કી આંખ' જેવી મહિલા કેન્દ્રીત ફિલ્મોથી થોડી સારી છે. 

બોક્સઓફિસઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, તાપસી પન્નુની આ ફિલ્મએ પ્રથમ દિવસે 2.75-3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મનો મેન બિઝનેસ દિલ્હી-એનસીઆરથી થયો છે. ફિલ્મને મુંબઈ, પુણે અને બેંગલુરૂ જેવા શહેરોમાં દર્શકોની ભીડ મળી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે શનિવાર અને રવિવારે તેના બિઝનેસમાં વધારો થઈ શકે છે. ફિલ્મને રિવ્યૂ પણ ખુબ સારા મળ્યા છે, જેના કારણે આગળ તેના બિઝનેસમાં વધારો થશે. 

તાપસી પન્નુની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મનું ડાયરેક્શન 'મુલ્ક' અને 'આર્ટિકલ 15' જેવી ફિલ્મો બનાવી ચુકેલા ડાયરેક્ટર અનુભવ સિન્હાએ કર્યું છે. તાપસી સિવાય ફિલ્મમાં પવેલ ગુલાટી, દીયા મિર્ઝા, કુમુદ મિશ્રા, તનવી આજમી, રત્ના પાઠક શાહ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More