Home> Entertainment
Advertisement
Prev
Next

'Thalivi' First Look : કંગનાએ ધારણ કર્યો જયલલિતાનો અવતાર, થોડી મિનિટોમાં જ વાયરલ

આ ફિલ્મને ‘બાહુબલી’ અને ‘મણિકર્ણિકા’ ફેમ રાઇટર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. ફિલ્મને વિષ્ણુ વર્ધન અને શૈલેશ આર સિંહ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જૂનના રોજ તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.
 

'Thalivi' First Look : કંગનાએ ધારણ કર્યો જયલલિતાનો અવતાર, થોડી મિનિટોમાં જ વાયરલ

મુંબઈઃ કંગના રણોત (Kangna Ranaut) સ્ટારર ફિલ્મ 'થલાઈવી'(Thalivi)નો ફર્સ્ટ લૂક (First Look) તેના નિર્માતાઓ દ્વારા રીલિઝ કરાયો છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની(Jaylalithaa) બાયોપિક (Biopic) એવી આ ફિલ્મનો ફર્સ્ટ લૂક અને ટીઝર (Teaser) બહાર પાડવામાં આવ્યું છે. એક મિનિટ લાંબા ટીઝરમાં જયલલિતાનું 'સુપરસ્ટાર હિરોઈન'માંથી(Superstar Heroine) 'ક્રાંતિકારી હિરો'માં (A Revolutionary Hero) કેવી રીતે ટ્રાન્સફોર્મેશન(Transformation) થયું તે દર્શાવાયું છે. 

એક મિનિટની ક્લીપ 1964માં રજુ થયેલી તમિલ ફિલ્મ 'વેનિરા અદાઈ'ના એક દૃશ્ય સાથે શરૂ થાય છે. આ ફિલ્મમાં એ સમયે સી.વી. સ્રીધર અને શ્રીકાંત, નિર્મલા અને મેજર સુંદરરાજને મુખ્ય ભૂમિકા ભજવી હતી. કંગના જયલલિતાના ડ્રેસઅપમાં આવે છે અને એક ગીત પર ડાન્સ કરી રહી છે. ત્યાર પછી બીજું દૃશ્ય સીધું જ જયલલિતાના ક્રાંતિકારી નેતા તરીકેની ભૂમિકાનું આવે છે. જેમાં કંગનાએ જયલલિતાની ઓળખ એવી લીલા રંગની સાડી પહેરી છે અને તેમની સ્ટાઈલમાં વિક્ટરી સાઈન દર્શાવી રહી છે.

જોકે, ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ થવાની સાથે જ કેટલાક પ્રશંસકોએ કંગનાની ટીકા પણ કરી છે. કેટલાક પ્રશંસકોએ લખ્યું છે કે, એક બાજુ ભુમિ પેડનેકર(Bhumi Pednekar), આમિર ખાન (Aamir Khan), ઋતિક રોશન (Rutik Roshan) જેવા કલાકારો ફિલ્મની ભૂમિકા માટે બોડી ટ્રાન્સફોર્મ કરે છે. જેની સામે કંગનાએ જયલલિતાનો લૂક ધારણ કરવા માટે સસ્તી વીએફએસ ટેક્નિક(VFX Technic) અને જાડા સૂટનો(Fat Suit) ઉપયોગ કર્યો છે. આ 'અમ્મા'નું અપમાન છે. તો વળી એક પ્રશંસકે લખ્યું છે કે, એવું લાગી રહ્યું છે જાણે કે જયલલિતાનું વેક્સ સ્ટેચ્યુ છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, ‘થલાઇવી’ ફિલ્મને એએલ વિજય ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. કંગનાએ આ ફિલ્મ માટે ખાસ તમિલ ભાષા બોલવાની તાલીમ લીધી છે. ફર્સ્ટ લુક પરથી જ ખબર પડી જાય છે કે આ પ્રોસ્થેટિક મેકઅપનો કમાલ છે, જેની પાછળ કંગનાએ ઘણો સમય ફાળવ્યો હતો. આ સિવાય તેણે ભરતનાટ્યમના ક્લાસ પણ લીધા હતા.

આ ફિલ્મને ‘બાહુબલી’ અને ‘મણિકર્ણિકા’ ફેમ રાઇટર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. ફિલ્મને વિષ્ણુ વર્ધન અને શૈલેશ આર સિંહ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જૂનના રોજ તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.

કંગના જયલલિતાના લૂકમાં ફીટ બેસતી નથી એવું હાલ ફર્સ્ટ લૂકથી લાગી રહ્યું છે, જેના કારણે જયલલિતાના પ્રશંસકો તેને પસંદ કરે કે નહીં એ પણ જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, જયલલિતા તમિલનાડુના ટોચના નેતા હતા. તેમણે રાજ્યમાં 1991થી 2016 દરમિયાન 14 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. જયલલિતાએ 5 ડિસેમ્બર, 2016ના રોજ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More