Home> Entertainment
Advertisement
Prev
Next

આ એક્ટ્રેસને થયું કેન્સર, સ્તનનો ફોટો મૂકીને  લખી ખતરનાક બોલ્ડ પોસ્ટ 

Chhavi Mittal Diagnosed Breast Cancer: એક્ટ્રેસ છવી મિત્તલે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખીને પોતાને બ્રેસ્ટ કેન્સર થયાની માહિતી આપી. સાથે જ કહ્યુ કે, તે લડવા માટે તૈયાર છે
 

આ એક્ટ્રેસને થયું કેન્સર, સ્તનનો ફોટો મૂકીને  લખી ખતરનાક બોલ્ડ પોસ્ટ 

Chhavi Mittal Emotional Post On Breast Cancer: ટીવી શો અને ફિલ્મોમાં પોતાના અભિનયથી ફેમસ થનારી છવી મિત્તલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બ્રેસ્ટ કેન્સર થયાની જાણ કરી છે. સાથે જ કહ્યુ કે તે હિંમતથી તેની સામે લડી રહી છે. અભિનેત્રીએ બીમારી સાથે લડવાની ઈમોશનલ પોસ્ટ લખી છે. 

છવીની ઈમોશનલ પોસ્ટ
છવી મિત્તલે પોતાની પોસ્ટમાં લખ્યુ કે, ‘ડિયર બ્રેસ્ટ... આ તમારા માટે એક પ્રશંસનીય પોસ્ટ છે. પહેલીવાર મેં તમારો જાદુ જોયો. તમે મને બહુ ખુશી આપી હતી. પરંતુ તમારુ મહત્વ ત્યારે વધ્યુ, જ્યારે તમે મારા બંને બાળકોને ફીડ કરાવ્યુ હતુ. આજે તમારી સાથે ઉભા રહેવાનો મારો વારો છે. જ્યારે હુ તમારામાં એક બ્રેસ્ટ સાથે લડી રહી છું. આવુ થયુ સારી બાબત નથી. પરંતુ તેના માટે મારે હિંમત હારવાની જરૂર નથી. 

fallbacks

તેણે આગળ લખ્યુ કે, તેનાથી લડવુ મારી માટે સરળ નથી. પરંતુ હુ તેની સામે લડવા માટે તૈયાર છું. આ મારા માટે આકરુ બની રહેશે. પરંતુ હુ કરી શકીશ. મારે પોતાની જાતને અલગ અનુભવવાની જરૂર નથી. સ્તન કેન્સરથી બચનારા તમારા લોકો માટે એક મોટી ખુશી.... તમને નથી ખબર કે હું તમારા પાસેથી કેવી પ્રેરણા મેળવુ છું. 

અભિનેત્રી અને બે બાળકોની માતા છવીએ આગળ લખ્યુ કે, સાથે જ... તમારામાંથી જે લોકો પહેલેથી મારી આ બીમારી વિશે જાણે છે તે તમામનો આભાર. તમારા દ્વારા કરાયેલા ખેરિયતના ફોન, લોકોના મેસેજ, મારા સુધી પહોંચવાના તમારા પ્રયાસને હુ વખાણુ છું. 

જલ્દી સાજી થવુ છવિ
પોસ્ટ બાદ પ્રશંસકો અને મિત્રોને તેમને જલ્દી સાજા થવાની શુભેચ્છા આપી. અભિનેતા કરણ ગ્રોવરે દિલના ઈમોજી સાથે લખ્યુ કે, તાકાત અને અવતાર. તમારા દરેક પગલા અને દરેક બાબતમાં તમને જે જોઈએ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More