Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta Raj Anadkat: 'તારક મહેતા'નો ટપ્પુ પડ્યો આ છોકરીના પ્રેમમાં, જાણો રાજ અનડકટ કોના પ્રેમમાં પાગલ

TMKOC Raj Anadkat Song Video: તારક મહેતા શોમાં ટપ્પૂનો રોલ નિભાવનાર રાજ અનડકટનો સોન્ગ વીડ્યો સામે આવ્યો છે. જેમાં તે એક્ટ્રેસ કમિકા માન સાથે જોવા મળી રહ્યો છે.

Taarak Mehta Raj Anadkat: 'તારક મહેતા'નો ટપ્પુ પડ્યો આ છોકરીના પ્રેમમાં, જાણો રાજ અનડકટ કોના પ્રેમમાં પાગલ

TMKOC Raj Anadkat Song Video: રાજ અનડકટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપ્યુલર પાત્રોમાંથી એક છે. રાજ આ શોમાં ટપ્પૂનું પાત્ર નિભાવી ઘર-ઘર સુધી પહોંચી ગયો છે. ત્યારે આ શો ઉપરાંત રાજ પોતાના કરિયરને વધુ ઉંચાઈઓ સુધી પહોંચાડવાની તૈયારીમાં લાગ્યો છે. તાજેતરમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહની સાથે તેની તસવીર સામે આવી હતી. આ વચ્ચે હવે રાજનું એક નવું સોન્ગ સામે આવ્યું છે. જેમાં તે એક્ટ્રેસ કનિકા માન સાથે જોવા મળી રહ્યો છે.

કનિકા માનના પ્રેમમાં પાગલ જોવા મળ્યો રાજ
રાજના આ સોન્ગનું નામ સોરી સોરી છે, જે 3 ઓગસ્ટના રીલિઝ થયું છે. આ સોન્ગમાં તે કનિકા માનના પ્રેમમાં પાલગ જોવા મળી રહ્યો છે અને વીડિયોમાં બંનેની જોડી ઘણી એટ્રેક્ટિવ લાગી રહી છે. ત્યારે હવે રાજ અને કનિકાનું આ સોન્ગ સોશિયલ મીડિયા પર ઘણું છવાયું છે અને લોકો આ સોન્ગ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. યુટ્યુબ પર અત્યાર સુધીમાં આ વીડિયોને 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

જેઠાલાલનો હંમેશા માટે સાથ છોડશે તેમના પ્રિય મિત્ર, શૈલેષ લોઢા આ કારણથી નારાજ!

રાજ અનડકટે છોડ્યો તારક મહેતા શો
ઉલ્લેખનીય છે કે, રાજ અનડકટ વર્ષ 2017 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયો હતો અને ટપ્પુનું પાત્ર નિભાવી લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. જોકે, રાજ થોડા સમય પહેલા આ શો દૂર રહી રહ્યો છે, જે બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તેણે તારક મહેતા શોને અલવિદા કહ્યું છે, પરંતુ રાજ અથવા શોના મેકર્સ તરફથી આ વિશેમાં હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. ત્યારે રણવીર સિંહની સાથે ફોટો સામે આવ્યા બાદથી એવું માનવામાં આવી રહ્યું છે કે, ટુંક સમયમાં તેની સાથે કોઇ પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More