Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta On Netflix : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ હવે આવશે તારક મહેતા કા છોટા ચશ્મા!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અત્યાર સુધીમાં 3300 થી વધુ એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. આ શો મરાઠીમાં 'ગોકુલધામચી દુનિયાદારી' અને તેલુગુમાં 'તારક મામા આયો રામા' તરીકે YouTube પર સ્ટ્રીમિંગ થઈ રહ્યો છે.

Taarak Mehta On Netflix : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ હવે આવશે તારક મહેતા કા છોટા ચશ્મા!

નવી દિલ્લીઃ વિશ્વના લોકપ્રિય OTT પ્લેટફોર્મ નેટફ્લીક્સ (Netflix) પર પોતાના નવા સ્વરૂપ ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ ના નામથી 24 ફેબ્રુઆરી, 2022થી સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ શોમાં દર્શકોને તારક મહેતા, જેઠાલાલ (Dilip Joshi), ટપ્પુ સેના અને ગોકુલધામના તમામ પડોશીઓ જોવા મળશે પરંતુ આ આખો શો ‘એનિમેટેડ’ ફોર્મેટમાં હશે. આ એનિમેટેડ શો વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર આધારિત છે. 2021માં શરૂ થયેલા આ એનિમેટેડ શોની અત્યાર સુધીમાં 2 સીઝન આવી ચૂકી છે. એનિમેટેડ સીરીઝમાં, ગોકુલધામ સોસાયટીના પાત્રોને અનોખા, કોમિક અવતારમાં બતાવવામાં આવ્યા છે અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય પણ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું નિર્માણ અસિત કુમાર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. અસિત કુમાર મોદી કહે છે કે, તે સ્પષ્ટ છે કે જો તમારું કન્ટેન્ટ સારું હોય તો તેને ઘણા પ્લેટફોર્મ પર અલગ-અલગ સ્વરૂપમાં લાવી શકાય છે. એમેઝોનના એક અહેવાલ અનુસાર, ગયા મહિને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને તેમના ફાયર ટીવી ઉપકરણ પર હિન્દીમાં સૌથી વધુ સર્ચ કરાયેલ ટીવી શો જાહેર કરવામાં આવ્યો હતો.

જાણો શું કહે છે અસિત મોદી-
અસિત મોદી વધુમાં ઉમેરે છે કે હવે ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ શોનું એનિમેટેડ વર્ઝન અમારા દર્શકો માટે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે. આનાથી ફરી વાર એ જ સાબિત થાય છે કે, શુદ્ધ કોમેડી આપણા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને અમે આ જ રીતે દર્શકોમાં ખુશી ફેલાવતા રહીએ એ જ નીલા ફિલ્મ પ્રોડક્શન્સ હંમેશા પ્રયત્ન કરે છે. અમને આનંદ છે કે અમારા યુવા દર્શકોને OTT પર પણ તારક મહેતા કા છોટા ચશ્માનો આનંદ માણવાની તક મળશે.

ટૂંક સમયમાં જ કરશે નવી જાહેરાત-
સામાન્ય રીતે શોનો આઈપી ચેનલ પાસે હોય છે પરંતુ તારક મહેતા એવો શો છે જેનો આઈપી પ્રોડ્યુસર પાસે છે. અસિત મોદી કહે છે, “ઘણી બ્રાન્ડ્સ અમારા આઈપીમાં રસ લઈ રહી છે અને તેઓ આ સફળતાને કેપિટલાઈઝ્ડ કરવા માંગે છે. અમે ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મર્ચેન્ડાઇઝ અને ગેમ્સની એક વિશેષ સીરીઝ અને નવા પ્રોજેક્ટની જાહેરાત કરીશું. તમને જણાવી દઈએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મોટાભાગના પાત્રો ભારતની સાથે અન્ય ઘણા દેશોમાં પણ પ્રખ્યાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More