Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: 'તારક મહેતા....'થી ફેમ મેળવી ચૂકેલા આ કલાકારનું 40 વર્ષની વયે નિધન, છેલ્લી પોસ્ટ વાંચી લોકો હચમચી ગયા

Sunil Holkar Passed Away: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેમણે ભજવેલી ભૂમિકાથી તેઓએ દર્શકોના મનમાં જગ્યા બનાવી હતી. લોકો તેમને પસંદ કરતા હતા. તેમના નિધનથી ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. તેમની છેલ્લી પોસ્ટે લોકોને હચમચાવી નાખ્યા છે. 

TMKOC: 'તારક મહેતા....'થી ફેમ મેળવી ચૂકેલા આ કલાકારનું 40 વર્ષની વયે નિધન, છેલ્લી પોસ્ટ વાંચી લોકો હચમચી ગયા

Sunil Holkar Passed Away: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સાથે અનેક હિન્દી અને મરાઠી સિરિયલોથી દર્શકોનું મનોરંજન કરનારા અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. તેઓ 40 વર્ષના હતા અને પરિવારમાં માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. તેમણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ગોષ્ટ એકા પૈઠાણીચી માં કામ કર્યું હતું. તેઓ નાટક, ફિલ્મો અને ટીવી સિરિયલ્સ એમ ત્રણેય માધ્યમોથી દર્શકોનું મનોરંજન કરતા હતા. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુનીલ છેલ્લા કેટલાક સમયથી લિવર સોરાયસિસથી પીડિત હતા. તેમણે સારવાર પણ શરૂ કરી હતી. પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેમનું નિધન થયું. તારક મહેતા...સિરિયલમાં તેમણે ભજવેલા પાત્રને દર્શકો આજે પણ યાદ કરે છે. 

fallbacks

સુનીલને પોતાના મોતનો અહેસાસ થઈ ગયો હતો અને આથી તેમણે તેમના મિત્રને પોતાનો છેલ્લે મેસેજ વોટ્સએપ સ્ટેટસ પર શેર કરવાનું કહ્યું હતું જ્યાં તેમણે લખ્યું હતું કે 'તેમની આ છેલ્લી પોસ્ટ છે. તેઓ બધાને અલવિદા કરતા પહેલા તેમને મળેલા પ્રેમ માટે થેંક્યુ કહેવા માંગે છે અને જો તેમનાથી કોઈ  ભૂલ થઈ હોય તો માફી માંગે છે અને તેમનો આ મેસેજ તેમના મિત્ર તેમના તરફથી પોસ્ટ કરી રહ્યા છે.'

જુઓ લાઈવ ટીવી

સુનીલ હોલકરે અશોક હાંડેના ચૌરંગ નાટ્ય સંસ્થાનમાં અનેક વર્ષો સુધી કામ કર્યું હતું. તેમણે ખાસ કરીને એક અભિનેતા અને કથાવાચક તરીકે નામના મેળવી હતી. તેમણે 12 વર્ષ કરતા વધુ સમય થિયેટર દ્વારા રંગભૂમિની સેવા કરી. સુનીલ હોલકરે માત્ર 40 વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કરી. સુનીલ હોલકરના નિધનથી ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More