Home> Entertainment
Advertisement
Prev
Next

ખરેખર! 'તારક મહેતા...'ની બબીતાજીની છે જુડવા બહેન? VIDEO જોઈને મન ચકરાવે ચઢી જશે

વાસ્તવિક જીવનમાં મુનમુન સોશિયલ મીડિયા પર સૌથી સક્રિય સેલેબ્સમાંથી એક છે. તેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકોનું મન ચકરાવે ચઢી ગયું છે. 

ખરેખર! 'તારક મહેતા...'ની બબીતાજીની છે જુડવા બહેન? VIDEO જોઈને મન ચકરાવે ચઢી જશે

Taarak Mehta ka Oolta Chashmah: છેલ્લા 14 વર્ષથી ભારતીય ટેલિવિઝન પર રાજ કરી રહેલો લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​જી અને જેઠાલાલની કેમેસ્ટ્રી તો બધાને પસંદ પડે છે. શોમાં બબીતા ​​જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીમાં સૌથી સક્રિય મહિલાઓમાંથી એક છે. જ્યારે, વાસ્તવિક જીવનમાં મુનમુન સોશિયલ મીડિયા પર સૌથી સક્રિય સેલેબ્સમાંથી એક છે. તેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકોનું મન ચકરાવે ચઢી ગયું છે. 

ડબલ રોલમાં કર્યો ડાન્સ
ખરેખર, મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હંમેશાની જેમ શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ અહીં ટ્વિસ્ટ એ છે કે મુનમુન દત્તાના બે રૂપ એક જ ફ્રેમમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંનેના લુકમાં મુનમુન હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. તેનો ડાન્સ પણ શાનદાર છે. જુઓ વિડિયો...

આવો છે લુક
આ બે લુકમાંથી એકમાં મુનમુન ગ્રીન ટોપ અને પીળા હાઈ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે, આ લુકમાં તેના વાળ ખુલ્લા છે. જ્યારે બીજા લુકમાં તે સફેદ અને ગ્રે શોર્ટ જમ્પસૂટમાં છે, આ લુકમાં તેણે પોની સ્ટાઈલમાં પોતાના વાળ બાંધી રાખ્યા છે.  

લોકોએ કહ્યું- શું જોડિયા બહેન છે?
આ વીડિયો જોઈને જ્યાં મુનમુનના ફેન્સ તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક ફેન્સ મજાકમાં મુનમુનને પૂછી રહ્યા છે કે શું તેની જોડિયા બહેન છે? જ્યારે, એક યૂઝર્સે લખ્યું છે કે તે માત્ર એક મુનમુનની અદાઓથી ઘાયલ છે, હવે તે એક સાથે બે ને કેવી રીતે સહન કરશે. તો સાથે જ કેટલાક લોકોએ કહ્યું છે કે હવે જેઠાલાલ બેહોશ થવાની પુરેપુરી ખાતરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More