Home> Entertainment
Advertisement
Prev
Next

ગેમના ચક્કરમાં આ બોલીવુડ અભિનેત્રીએ બનાવી લીધી પોતાની આવી હાલત, જુઓ Video

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu)ની ફિલ્મ 'ગેમ ઓવર (Game Over)'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરને જોઈને લાગે છે કે ગેમના ચક્કરમાં તાપસી પન્નૂની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. 
 

  ગેમના ચક્કરમાં આ બોલીવુડ અભિનેત્રીએ બનાવી લીધી પોતાની આવી હાલત, જુઓ Video

નવી દિલ્હીઃ તાપસી પન્નૂની થ્રિલર ફિલ્મ 'ગેમ ઓવર'નું ટીઝર બુધવારે રિલીઝ થઈ ગયું છે. તેમાં તાપસી વ્હીલ ચેરમાં જોવા મળી રહી છે અને તેની ઓળખ એક રહસ્યમયી યુવતીના રૂપમાં દેખાડવામાં આવી છે. એક મિનિટ પચ્ચીસ સેકન્ડના આ વીડિયોમાં વધારે પડતા ઘરની અંદર અને બહારના દ્રષ્યને દેખાડવામાં આવ્યા છે. આ ખૂબ ડરાવણું અને કોઈ પઝલ જેવું લાગી રહ્યું છે. 

અશ્વિન સરવનને તેને દિગ્દર્શિત કરી છે અને વાય નોટ સ્ટૂડિયોએ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટની સાથે મળીને તેને પ્રોડ્યૂસ કરી છે. ગત સપ્તાહે અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો હતો કે તે 'ગેમ ઓવર'નું હિન્દી આવૃત્તિ પ્રસ્તુત કરશે જેમાં રોન યોહાનનું મ્યૂઝિક હશે. 

અનુરાગ કશ્યપે એક નિવેદનમાં કહ્યું કે, 'આ ગેમ-ચેન્જિંગ ફિલ્મને હિન્દીમાં રજૂ કરવા માટે ખુબ ઉત્સાહિ છું. આ ફિલ્મ તે વાતને ફરી એકવાર સાબિત કરે છે કે દક્ષિણમાં ફિલ્મ નિર્માણની ગુણવત્તા ઉચ્ચકોટીની છે અને તે જોઈને સારૂ લાગ્યું કે કેમ (ડાયરેક્ટર) અશ્વિન સરવનનને સીમાથી ઉપર જઈને બે વિભિન્ન શૈલિઓને ભેગી કરીને એક સારી ફિલ્મનું નિર્માણ કર્યું છે. 

આ પહેલા થયેલી વાતચીતમાં અશ્વિને આ ફિલ્મને એક 'અક્વાર્ડ થ્રિલર' કહી હતી. તેમણે કહ્યું, તેમાં ઘણા ઓછા ચરિત્રોને દેખાડવામાં આવ્યા છે. જ્યારે મેં પિંક જોઈ હતી ત્યારથી હું તાપસી સાથે કામ કરવા ઈચ્છતો હતો. હું તેની સાથે આ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઉત્સાહિત છું. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More