Home> Entertainment
Advertisement
Prev
Next

વિજળીનું બિલ જોઇને Taapsee Pannuને લાગ્યો આંચકો, શેર કર્યા PHOTO

તાપસી પન્નૂના ઘરનું વિજળીનું બિલ આવ્યું છે 35 હજાર 890 રૂપિયા. હવે આ બિલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તાપસીએ એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. તાપસીના અનુસાર આ બિલ જોઇને તેમના હોશ ઉડી ગયા.

વિજળીનું બિલ જોઇને Taapsee Pannuને લાગ્યો આંચકો, શેર કર્યા PHOTO

નવી દિલ્હી: વિચારો જો તમારું વિજળીનું બિલ હંમેશાની તુલનામાં ઘણું બધુ આવી જાય. અથવા ફ્લેટનું બિલ 36 હજાર રૂપિયા આવી જાય તો કેટલો જોરદાર આંચકો લાગશે. વિજળીનું બિલ જોઈને ફક્ત સામાન્ય લોકો જ નહી પરંતુ બોલીવુડ સેલેબ્સને પણ હવે આંચકો લાગ્યો છે. અભિનેત્રી તાપસૂ પન્નૂ (Taapsee Pannu) એક એવો જ સ્ક્રીન શોટ શેર કર્યો છે જેને જોઇને દરેક વ્યક્તિ આશ્વર્યમાં છે. કારણ કે તાપસીનું વિજળી બિલ એટલું વધુ છે કે એક પરિવાર માટે આ રકમનું બિલ ખૂબ અસામાન્ય છે. 

જોકે હકિકતમાં તાપસી પન્નૂના ઘરનું વિજળીનું બિલ આવ્યું છે 35 હજાર 890 રૂપિયા. હવે આ બિલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તાપસીએ એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. તાપસીના અનુસાર આ બિલ જોઇને તેમના હોશ ઉડી ગયા. તાપસીએ પોતાના ટ્વિટર પર ત્રણ બિલ્સના સ્ક્રીનશોટ શેર કર્યા છે, એક બિલ પર લહ્ક્યું છે કે 35 હજાર 890, બીજા બિલ પર લખ્યું છે 3 હજર 850 અને ત્રીજા બિલ પર છે 4 હજાર 390. 

પોતાના ખોટા બિલ પર તાપસીએ ખૂબ ગુસ્સો વ્યક્ત કર્યો સાથે જ અદાણી ઇલેક્ટ્રિસિટીને ટેગ કરતાં ટ્વિટર પર બે પ્ર્શ્નો પણ પૂછ્યા છે. પહેલી ટ્વિટમાં લખ્યું 'લોકડાઉનના ત્રણ મહિના થયા છે, મને આશ્વર્ય છે કે ગત એક મહિનામાં મેં એવા કયા નવા ઉપકરણનો ઉપયોગ કર્યો છે અથવા ખરીદ્યા છે જેથી મારું વિજળીનું બિલ આટલું વધી ગયું છે. તમે કયા પ્રકારે અમારી પાસે બિલના ચાર્જ વસૂલો છો? 

વાત અહીં જ પુરી ન થઇ તાપ્સીએ પોતાના ટ્વિટમાં વધુ આશ્વર્યજનક વાત શેર કરી છે. તાપસીએ અહીં પોતાના ઘરના વિજળીના બિલ પણ શેર કર્યા છે જે ખાલી પડ્યા છે. પરંતુ ત્યાંનું વિજળીનું બિલ પણ ખૂબ વધુ આવ્યું છે. 

એક અન્ય ટ્વિટમાં તાપસીએ લખ્યું કે 'અને આ તે એપાર્ટમેન્ટના બિલ છે જ્યાં કોઇ રહેતું નથી અને અઠવાડિયા એકવાર જવામાં આવે છે તે પણ ફક્ત સાફ-સફાઇ માટે. અદાણી ઇલેક્ટ્રિક ગ્રુપ, પરંતુ હવે મને ચિંતા છે કે આ એપાર્તનો ઉપયોગ કોઇ કરી રહ્યું છે તે પણ અમને જાણ કર્યા વિના, શું ખબર તમે અમને સચ્ચાઇ જણાવી હોય.'

પરંતુ આ ટ્વિટની અસર તાત્કાલિક થઇ અને વિજળી કંપનીએ તાપસીને રિપ્લાઇ કર્યો. આ તાત્કાલિક પ્રતિક્રિયાને લઇને તાપસીએ કંપનીની પ્રશંસા કરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More