Home> Entertainment
Advertisement
Prev
Next

Swara Bhaskar: 'ભાઈ'થી પતિ બન્યો ફહદ અહમદ, સ્વરા ભાસ્કરનું 14 દિવસ જૂનું ટ્વીટ થયું વાયરલ

Swara Bhaskar News: સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. 'વીરે દી વેડિંગ' અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફહાદ અહેમદને ટેગ કરીને આ માહિતી શેર કરી છે.
 

Swara Bhaskar: 'ભાઈ'થી પતિ બન્યો ફહદ અહમદ, સ્વરા ભાસ્કરનું 14 દિવસ જૂનું ટ્વીટ થયું વાયરલ

મુંબઈઃ Swara Bhaskar Married બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગુરુવારે (16 ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે તે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. 'વીરે દી વેડિંગ' અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફહાદ અહેમદને ટેગ કરીને આ વાત શેર કરી છે. ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીની યુવા પાંખ સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે.

સ્વરા ભાસ્કરે પોતાના પતિ સાથેનો એક વીડિયો શેર કરતા લખ્યું કે, ક્યારેક તમે તમારી બાજુમાં હોય તેવી કોઈ વસ્તુને દૂર દૂર સુધી શોધો છો. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં ફહાદ ઝિરાર અહેમદનું સ્વાગત છે. આ દિલમાં હલચલ છે, પણ તારા માટે.

અભિનેત્રી (34) ની પોસ્ટને શેર કરતા 31 વર્ષીય ફહાદ અહમદે લખ્યુ- મને ક્યારેય ખબર નહોતી કે હલચલ આટલી સુંદર હોઈ શકે છે સ્વરા ભાસ્કર. સ્વરા ભાસ્કર છેલ્લે કોમેડી ફિલ્મ જહાં ચાર યાર (2022) માં જોવા મળી હતી. 

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર
ફહદ સાથે લગ્ન કર્યા બાદ સ્વરા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. તેના જૂના ટ્વીટ વાયરલ થવા લાગ્યા છે. હકીકતમાં સ્વરા ભાસ્કરે 2 ફેબ્રુઆરી, 2023ના ફહાદને તેના જન્મદિવસ પર ટ્વીટ કરી શુભેચ્છા આપી હતી. તેણે કહ્યું હતું- જન્મદિવસ મુબારક ફહદ મિયાં, ભાઈનો કોન્ફિડન્સ યથાવત રહે. ખુશ રહો, આબાદ રહો. ઉંમર થઈ રહી છે હવે લગ્ન કરી લે. 

સ્વરા ભાસ્કરનું આ ટ્વિટ તેના લગ્ન પછી વાયરલ થયું હતું. યૂઝર્સ સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. સ્વરાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની લવ સ્ટોરી જણાવી રહી છે. તેણે જણાવ્યું કે ફહાદ સાથે તેની પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ હતી. બંનેએ સાથે સેલ્ફી લીધી હતી. સ્વરા ભાસ્કરે તેની અને ફહદની વોટ્સએપ ચેટ પણ બતાવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More