Home> Entertainment
Advertisement
Prev
Next

Sushmita Sen ના ઘરે થશે નવા મહેમાનની એન્ટ્રી, શું સુશ આપવાની છે કોઈ ખુશખબરી?

સુષ્મિતા સેન (Sushmita Sen)ની ભાભી અને ટીવી એક્ટ્રેસ ચારૂ અસોપા (Charu Asopa) માં બનાવાની છે. ફોટો શેર કરીને બાળક માટે આશીર્વાદ માગ્યા.

Sushmita Sen ના ઘરે થશે નવા મહેમાનની એન્ટ્રી, શું સુશ આપવાની છે કોઈ ખુશખબરી?

નવી દિલ્લીઃ બોલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) ના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થશે. સુષ્મિતા સેન (Sushmita Sen) ની ભાભી ચારૂ અસોપા પ્રેગ્નેટ છે. સુષ્મિતા સેન (Sushmita Sen)ની ભાભી અને ટીવી એક્ટ્રેસ ચારૂ અસોપા (Charu Asopa) માં બનાવાની છે. ફોટો શેર કરીને બાળક માટે આશીર્વાદ માગ્યા.

fallbacks

પ્રેગ્નેટ છે સુષ્મિતા સેનની ભાભી ચારૂ અસોપા
સુષ્મિતા ખૂબ જ જલ્દી કાકી બનવા જઈ રહી છે. હાલમાં જ ચારૂ અસોપા (Charu Asopa) એ પોતાની YOUTUBE ચેનલ પર વીડિયો શેર કરીને પ્રેગ્નેન્સીનો ખુલાસો કર્યો છે. ચારૂ અસોપા (Charu Asopa) અને રાજીવ સેન (Rajeev Sen) પહેલાં બેબી ઈચ્છી રહ્યા છે.

વીડિયો શેર કરીને આપી જાણકારી
આ વીડિયોમાં ચારૂ પોતાને ગમતી કાચી કેરીની ચોકલેટ પોતાના ફેન્સને જણાવી રહી છે. ચારૂએ જણાવ્યું કે તેને કેટલાય સમયથી પૂછવામાં આવતું હતું કે શું તે પ્રેગ્નન્ટ છે? અને આજે તેને આ વાતનો ખુલાસો કર્યો છે.

બાળક માટે માગ્યા આશીર્વાદ
ચારૂએ જણાવ્યું કે, 'હું જાણું છું કે આટલી જલ્દી આ બધી વાતો લોકોને ના જણાવી જોઈએ પરંતુ આ સમય મારા માટે ખૂબ ખાસ છે. મારા શરીર અને મૂડમાં ઘણાં ફેરફાર આવી રહ્યા છે. આ દરમિયાન સવાલ પૂછવાવાળાઓને હું કહેવા માગું છું કે, હા હું પ્રેગ્નન્ટ છું અને માતા બનવાની છું.  મારું માનવું છે કે આ ક્ષણ કોઈ પણ સ્ત્રીની જીંદગીમાં સૌભાગ્યવાળી હોય છે. હું ઈચ્છું છું કે તમે લોકો મારા આવનારા બાળકને આશીર્વાદ આપો.

બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી અભિનેત્રી
ચારૂએ ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, આભારી છું.  આ પોસ્ટને જોયા બાદ ફેન્સની સાથે સાથે સેલિબ્રિટીઝ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. સુષ્મિતા સેનની દીકરી રેને સેને ચારૂની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે, મામી સા, હું મોટી બહેન બનવાની છું. ચારૂ અને રાજીવના લગ્ન વર્ષ 2019માં રાજસ્થાની રીતિ-રિવાજ સાથે ગોવામાં થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More