Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંતની ફિલ્મ 'ડ્રાઇવ'નું એક વર્ષ પૂરુ થયું, જેકલીન ફર્નાન્ડિઝે અભિનેતાને કર્યા યાદ

Sushant singh rajput film drive completes 1 year: ફિલ્મની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાના કો-સ્ટાર સુશાંતને યાદ કર્યો છે. તેણે સુશાંતની સાથે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

સુશાંતની ફિલ્મ 'ડ્રાઇવ'નું એક વર્ષ પૂરુ થયું, જેકલીન ફર્નાન્ડિઝે અભિનેતાને કર્યા યાદ

નવી દિલ્હીઃ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'ડ્રાઇવ'ને એક વર્ષ પૂરુ થઈ ગયું છે. આ ફિલ્મ પાછલા વર્ષ 2019મા 1 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ તકે ફિલ્મની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાના કો-સ્ટાર સુશાંતને યાદ કર્યો છે. તેણે સુશાંતની સાથે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

જેકલીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી તસવીર
જેકલીન ફર્નાન્ડિઝે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ફોટો અને વીડિયો શેર કર્યો છે. તસવીરમાં તે ફિલ્મના ડાયરેક્ટર તરૂણ મંસુખાની અને સુશાંતની સાથે નજર આવી રહી છે. તો વીડિયોમાં જેકલીન અને સુશાંત શિપ પર મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેત્રીએ તસવીરની સાથે લખ્યુ- કાશ તે અત્યારે અમારી સાથે હોત... મિસ યૂ સુશ..

fallbacks

જેકલીન અને સુશાંતે પ્રથમવાર સાથે કર્યું હતું કામ
મહત્વનું છે કે ડાયરેક્ટર મંસુખાનીની ફિલ્મ ડ્રાઇવમાં આ પ્રથમ તક હતી જ્યારે સુશાંત સિંહ રાજપૂત અને જેકલીન ફર્નાન્ડિઝે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી હતી. 

'Fast And Furious'ના ફેન્સ માટે ખરાબ સમાચાર, ફ્રેન્ચાઇઝીને બંધ કરવાની તૈયારીમાં મેકર્સ  

14 જૂને સુશાંતે કર્યો હતો આપઘાત
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈમાં પોતાના ઘર પર મૃત અવસ્થામા મળ્યો હતો. તેના મોતના મામલામાં સીબીઆઈ, ઈડી અને એનસીબી જેવી એજન્સીઓ તપાસ કરી રહી છે. પહેલા આ કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More