Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: Sushantના પિતાએ કહ્યું- પુત્રને હતુ જીવનું જોખમ, ફેબ્રુઆરીમાં મુંબઇ પોલીસને આપ્યા હતા સમાચાર

સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સુસાઇડ કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે સુશાંતના પિતા કેકે સિંહ (K.K Singh)એ એક વીડિયો શેર કરી મુંબઇ પોલીસ (Mumbai Police) પર મોટો આરોપ લગાવ્યો છે.

VIDEO: Sushantના પિતાએ કહ્યું- પુત્રને હતુ જીવનું જોખમ, ફેબ્રુઆરીમાં મુંબઇ પોલીસને આપ્યા હતા સમાચાર

નવી દિલ્હી: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સુસાઇડ કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે સુશાંતના પિતા કેકે સિંહ (K.K Singh)એ એક વીડિયો શેર કરી મુંબઇ પોલીસ (Mumbai Police) પર મોટો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:- સુશાંત સુસાઇડ કેસ: 14 જૂને આખરે શું ખયું હતુ?... એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કર્યો ચોંકાવનારો ખુલાસો

કેકે સિંહએ વીડિયોમાં કહ્યું કે, 25 ફેબ્રુઆરીના મે બાંદ્રા પોલીસને આગ્રહ કર્યો હતો કે, મારા પુત્રના જીવને જોખમ છે. 14 જૂનના જ્યારે મારા પુત્રનો જીવ ગયો તો અમને 25 ફેબ્રુઆરીમાં નામિત લોકોની સામે કાર્યવાહી કરવા કહ્યું, પરંતુ 40 દિવસ પસાર થયા બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં.

તેમણે જણાવ્યું કે, ત્યારબાદ હું પટના જઇ સ્ટેશનમાં FIR નોંધાવી. પટના પોલીસ તાત્કાલીક એક્શનમાં આવી. પરંતુ આરોપી હવે ભાગી રહ્યાં છે. અમે ઇચ્છીએ છે કે, પટના પોલીસની મદદ કરે.

આ પણ વાંચો:- આત્મહત્યા પહેલા સુશાંતે ગૂગલ પર પોતાના નામ ઉપરાંત આ 3 વસ્તુ કરી હતી સર્ચ...જાણીને ચોંકશો

આ મામલે તપાસને લઇને બિહાર અને મહારાષ્ટ્ર સરકારમાં ખેંચતાણ ચાલી રહી છે. મામલેની તપાસ માટે બિહારથી મુંબઇ પહોંચેલા IPSને Quarantine કર્યા બાદથી આ મામલો વધુ વકર્યો છે. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડ્યેએ કહ્યું કે, બિહાર પોલીસ બીએમસી કમિશ્નરને વિરોધ પત્ર મોકલશે. આ પ્રોટેસ્ટ લેટર આઇજી પટના મોકલશે. તેમણે કહ્યું કે, અમે કેન્દ્ર સરકારની ક્વોરોન્ટાઇન ગાઇડલાઇનને વાંચી છે. તેના અનુસાર અમારા અધિકારીએ કોઇપણ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. અમારા અધિકારી સૂચના આપીને ગયા છે. અમારા અધિકારીને ક્વોરોન્ટાઇન કરવાનું કારણે અમારી તપાસને અસર થઈ છે. અમ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઇન્તેજાર કરી રહ્યાં છે. પાંડ્યેએ કહ્યું કે, અમારા અન્ય 4 અધિકારીઓને પણ ક્વોરોન્ટાઇન કરવા માટે શોધવામાં આવી રહ્યાં છે. પટના પોલીસ પાસેથી પણ મુંબઇ પોલીસે લોકેનશન માંગ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More