Home> Entertainment
Advertisement
Prev
Next

'Dirty Girl' સોન્ગમાં પતિ સાથે રોમાન્સ કરતી દેખાઈ સની લિયોની

 સની લિયોની જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, ત્યારે તેનો અંદાજ જોઈને દર્શકો ચોંકી જાય છે. બેબી ડોલ મેં સોને દીથી લઈને લૈલા ઐ લૈલા સુધી સનીના અનેક આઈટમ નંબર્સ લોકોને પસંદ આવ્યા છે. ત્યારે હવે ડર્ટી ગર્લ નામથી સની લિયોનીનું વધુ એક ડાન્સિંગ નંબર રિલીઝ થયું છે. આ ગીતમાં સની એકલી નથી, પરંતુ તેની સાથે ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ છે.

'Dirty Girl' સોન્ગમાં પતિ સાથે રોમાન્સ કરતી દેખાઈ સની લિયોની

નવી દિલ્હી : સની લિયોની જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, ત્યારે તેનો અંદાજ જોઈને દર્શકો ચોંકી જાય છે. બેબી ડોલ મેં સોને દીથી લઈને લૈલા ઐ લૈલા સુધી સનીના અનેક આઈટમ નંબર્સ લોકોને પસંદ આવ્યા છે. ત્યારે હવે ડર્ટી ગર્લ નામથી સની લિયોનીનું વધુ એક ડાન્સિંગ નંબર રિલીઝ થયું છે. આ ગીતમાં સની એકલી નથી, પરંતુ તેની સાથે ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ છે.

fallbacks

અત્યાર સુધી પોતાના ગીતોમાં એકલી નજર આવતી સની આ ગીતમાં પોતાના પતિ ડેનિયલ સાથે રોમાન્સ કરતી નજરે આવશે. ZEE મ્યૂઝિક કંપની દ્વારા આજે રિલીઝ કરાયેલ આ ગીતને ગાયક ઈક્કા સિંહ, શિવાંગી અને એનબીએ ગાયું છે. ઈક્કાએ જ આ ગીતને લખ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, સની લિયોની આ પહેલા પોતાની વેબસીરિઝને કારણે વિવાદમાં આવી હતી. તો હવે તેની સાઉથની ફિલ્મ વીરમદેવી પણ વિવાદોમાં ફસાઈ છે. બેંગલુરમાં આ વિશે વિરોધ પ્રદર્શન કરાયું હતું, કે વીરમદેવી ઐતિહાસિક પાત્ર છે, જેને એક પોર્ન સ્ટાર કેવી રીતે ભજવી શકે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More