Home> Entertainment
Advertisement
Prev
Next

સની કૌશલ અને રૂખસાર ઢિલ્લોની ડાન્સ ફિલ્મ 'ભાંગડા પા લે'નું ટ્રેલર થયું રિલીઝ

ફિલ્મ 'ભાંગડા પા લે'' (Bhangra Paa Le) ના ડાન્સ અવતાર પોસ્ટર શેર કર્યા બાદ, ડાન્સ ફ્રેંચાઇઝી 'ભાંગડા પા લે'(Bhangra Paa Le) નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રોની સ્ક્રૂવાલાની નવી ફિલ્મ 'ભાંગડા પા લે'એ આપણા દેસી સ્ટાઇલ 'ભાંગડા'(Bhangra Paa Le) ની સાથે ડાન્સને અલગ સ્તર પર પહોંચાડી દીધા છે. 

સની કૌશલ અને રૂખસાર ઢિલ્લોની ડાન્સ ફિલ્મ 'ભાંગડા પા લે'નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઇ: આજે ફિલ્મ 'ભાંગડા પા લે'' (Bhangra Paa Le) ના ડાન્સ અવતાર પોસ્ટર શેર કર્યા બાદ, ડાન્સ ફ્રેંચાઇઝી 'ભાંગડા પા લે'(Bhangra Paa Le) નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રોની સ્ક્રૂવાલાની નવી ફિલ્મ 'ભાંગડા પા લે'એ આપણા દેસી સ્ટાઇલ 'ભાંગડા'(Bhangra Paa Le) ની સાથે ડાન્સને અલગ સ્તર પર પહોંચાડી દીધા છે. 

નિર્માતાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર શેર કરતાં લખ્યું કે...

ફિલ્મનું ટ્રેલર મસ્તી, પ્રેમ અને ડાન્સ પ્રત્યેના જૂનૂનથી ભરપુર છે. ફિલ્મની એક અંતદ્વષ્ટિથી શેર કરતાં, ટ્રેલરમાં મુખ્ય કલાકાર સની કૌશલ (Sunny Kaushal) અને રૂખસાર ઢિલ્લોને બતાવવામાં આવ્યા છે, જે લંડનમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરની ડાન્સ સ્પર્ધામાં 'ભાંગડા'માં પોતાની નૃત્ય કલાને પ્રદર્શન કરે છે. અહીં ફેસ-ઓફ એકદમ રસપ્રદ થશે કારણ કે વેસ્ટર્ન ડાન્સ ફોર્મની પસંદગી ન કરતાં, નિર્માતાઓએ ભારતીય ડાન્સ ફોર્મની સિલેક્ટ કરી છે જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર બતાવવામાં આવશે. ફિલ્મનું આ પાસુ તેને દર્શકો માટે વધુ રસપ્રદ બનાવે છે. 

ધમાકેદાર છે ફરહાન અખ્તરનો નવો અંદાજ! જુઓ 'Toofan'નો ફર્સ્ટલુક

ફિલ્મ નિર્માતા રોની સ્ક્રૂવાલાએ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇલ જેવી સારી કન્ટેટવાળી ફિલ્મોનું સમર્થન કર્યું છે, જે બોક્સ ઓફિસ પર સારી કમાણી સાથે ઇતિહાસ રચવામાં સફળ રહી છે, અને જ્યારે હવે આરએસવીપી પોતાની આગામી ફિલ્મ 'ભાંગડા પા લે' (Bhangra Paa Le) સાથે એક તાજા અને અનોખા કન્ટેન્ટ સાથે દર્શકોને આકર્ષિત કરશે. એટલું જ નહી આ એક ફ્રેંચાઇઝી ફિલ્મ હશે અને ફિલ્મ વિશે જે વાત સૌથી અલગ છે તે એ છે કે ફિલ્મમાં વેસ્ટર્ન ડાન્સ ફોર્મને ન અપનાવતાં, મેકર્સ એક ભાંગડા ફોર્મને રજૂ કરશે. 
 

Guess The Price! રણવીર સિંહના આ લુકની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ...

ભૂતકાળ અને વર્તમાન સમયમાં આવેલા ફેરફાર અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ 'ભાંગડા પા લે' (Bhangra Paa Le) થી ભાંગડાના પારંપારિક ફોર્મ અને દુનિયાભરના પશ્વિમી ડાન્સ ફોર્મ વચ્ચે તાલમેળ જોવા મળશે. આરએસવીપી દ્વારા નિર્મિત 'ભાંગડા પા લે' (Bhangra Paa Le) સ્નેહા તૌરાની દ્વારા નિર્દેશિત છે જેમાં સની કૌશલ અને રૂખસાર ઢિલ્લો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More