Home> Entertainment
Advertisement
Prev
Next

રણબીરે ભાણેજ તૈમુર અલી ખાન વિશે આપી દીધું મોટું નિવેદન, કહ્યું કે...

તૈમુરની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

રણબીરે ભાણેજ તૈમુર અલી ખાન વિશે આપી દીધું મોટું નિવેદન, કહ્યું કે...

નવી દિલ્હી : સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર આમ તો દોઢ વર્ષનો છે પણ એના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. મીડિયાના કેમેરા  હંમેશા તેના ક્યુટ ચહેરાને ક્લિક કરવા માટે તૈયાર હોય છે. તૈમુર જ્યાં પણ જાય છે ત્યાં સુધી મીડિયાના કેમેરા તેની પાછળ ફરતા રહે છે. સોશિયલ મીડિયા પર તો તૈમુરના અનેક ફેન પેજ પણ બની ગયા છે. તૈમુરના લાખો ચાહકોમાં તેના મામા રણબીર કપૂરનું નામ પણ શામેલ છે. રણબીરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે તૈમુરનો મોટો ફેન છે અને તેની તસવીરો પણ જુએ છે. 

Video : દીપિકા અને શાહરૂખનો 'ભોજપુરી લુંગી ડાન્સ' વાઇરલ, જોઈને સુધરી જશે રવિવાર

ઇન્ટરવ્યૂમાં રણબીરે કહ્યું છેકે ''હું મારા ભાણેજ તૈમુરનો મોટો ચાહક છું. હું તેની તસવીર છુપાવીને રાખું છું અને મન થાય ત્યારે જોઈ લઉં છું.  તૈમુર એક નજરમાં તમારા દિલમાં જગ્યા બનાવી લે છે. હું નસીબદાર છું કે મન થાય ત્યારે તેને તેડી શકું છું અને રમાડી શકું છું. મને અને મારી બહેન રિદ્ધિમાને આટલું મીડિયા કવરેજ નહોતું મળતું પણ લોકોનું ધ્યાન ચોક્કસ ખેંચાતું હતું. અમે જ્યારે બહાર જતા હતા ત્યારે અમે રિશી કપૂરના સંતાનો હોવાના કારણે લોકો અમારી સાથે બહુ સારો વહેવહાર કરતા હતા.''

રણબીર કપૂરની આગામી ફિલ્મ છે ફિલ્મસ્ટાર સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ 'સંજુ'. આ ફિલ્મમાં રણબીરને સંજયનો રોલ ભજવતો જોવાની તક મળશે. સંજય દત્તને રણબીર નાનપણથી જ પોતાનો હીરો માને છે. પોતાની આ લાગણી વ્યક્ત કરતા રણબીરે કહ્યું છે કે ''હું જ્યારે નાનો હતો ત્યારે મારા કબાટ પર સંજય દત્તના જ પોસ્ટર રહેતા હતા. મને આશા છે કે મેં તેનું પાત્ર બહુ ઇમાનદારીથી અને બહુ સારી રીતે નિભાવ્યું છે.''

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More