Home> Entertainment
Advertisement
Prev
Next

Sridevi: શ્રીદેવીના બંગલામાં રોકાવા માટે કોઈપણ વ્યક્તિ બુક કરી શકશે રુમ, જાન્હવી કપૂર ગેસ્ટને આપશે ખાસ સરપ્રાઈઝ

Sridevi Chennai House: શ્રીદેવીના ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. શ્રીદેવી એ પોતાની મહેનતની કમાણીથી જે પહેલો બંગલો ખરીદ્યો હતો તેને હવે હોટલ બનાવવામાં આવ્યો છે. 

Sridevi: શ્રીદેવીના બંગલામાં રોકાવા માટે કોઈપણ વ્યક્તિ બુક કરી શકશે રુમ, જાન્હવી કપૂર ગેસ્ટને આપશે ખાસ સરપ્રાઈઝ

Sridevi Chennai House: ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી લેડી સુપરસ્ટાર શ્રીદેવીને આજે પણ તેના ફેન્સ મિસ કરે છે. શ્રીદેવી દરેક પ્રકારના રોલમાં ફિટ થઈ જતી હતી. ફિલ્મ જોવા પર એવું જ લાગે કે આ પાત્ર ફક્ત શ્રીદેવી માટે લખાયું હતું. શ્રીદેવીના ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. શ્રીદેવી એ પોતાની મહેનતની કમાણીથી જે પહેલો બંગલો ખરીદ્યો હતો તેને હવે હોટલ બનાવવામાં આવ્યો છે. આ બંગલો ચેન્નઈમાં આવેલો છે. જેના કારણે હવે શ્રીદેવીના ચાહકો શ્રીદેવીના ઘરમાં રૂમ બુક કરાવીને રહી શકે છે. 

આ પણ વાંચો: કોમેડિયન ભારતી સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં ટેસ્ટ થતા સામે આવી ગંભીર સમસ્યા

શ્રીદેવીના ચેન્નઈ ખાતેના ઘરને હોટલ બનાવવા માટે પરિવારે એરબીએનબી કંપની સાથે ટાયઅપ કર્યું છે. આ પ્રોપર્ટી આઇકોનિક કેટેગરીમાં લિસ્ટેડ છે. ચેન્નઈમાં આવેલા શ્રીદેવીના આલિશાન બંગલામાં રૂમ બુક કરાવીને ગેસ્ટ તરીકે રહેનાર વ્યક્તિને ખાસ ફેસિલિટી પણ આપવામાં આવશે. 

શ્રીદેવીના કરોડો રૂપિયાના આ ઘરમાં મહેમાનોને સાઉથ ઇન્ડિયન ફૂડ સર્વ કરવામાં આવશે. સાથે જ અહીં રહેનાર વ્યક્તિને યોગ પ્રેક્ટિસ પણ કરવા મળશે અને દરિયાનો સુંદર નજારો પણ જોવા મળશે. સૌથી ખાસ વાત એ છે કે અહીં જે પણ વ્યક્તિ ગેસ્ટ તરીકે રોકાશે તેને જાનવી કપૂરના ફેવરેટ બ્યુટી હેક્સ વિશે પણ જાણકારી મળશે. આ બ્યુટી હેક્સ એવા છે જે જાનવી કપૂરને શ્રીદેવીએ જણાવ્યા હતા. 

આ પણ વાંચો: રામાયણના સેટ પરથી રણબીર કપૂરના ફોટો લીક થયા પછી કડક થયા નિયમ, સ્ટારકાસ્ટ પણ ચિંતામાં

શ્રીદેવીના આલિશાન બંગલામાં ગેસ્ટ બનીને રહેવું હોય તો એરબીએનબી થી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ બંગલામાં રહેવા માટેની ફેસીલીટી 12 મેથી લોકો માટે ઓપન કરવામાં આવશે. જોકે અહીં એક રાત રોકાવાનું ભાડું કેટલું હશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, લાડલા, ખુદાગવાહ, ચાલબાજ સહિતની અનેક સુપરહિટ ફિલ્મો આપનાર શ્રીદેવીનું નિધન દુબઈમાં 24 ફેબ્રુઆરી 2018 ના રોજ થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More