Home> Entertainment
Advertisement
Prev
Next

'દે દે પ્યાર દે'નું પહેલું ગીત રિલીઝ, 'વડ્ડી શરાબન' પર ફિદા અજય દેવગન !

અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રિત સિંહની કોમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે'નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના મસ્તીભર્યા વેડિંગ સોંગ 'વડ્ડી શરાબન'માં તેનો અને રકુલ પ્રીત સિંહનો જબરદસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. 

'દે દે પ્યાર દે'નું પહેલું ગીત રિલીઝ, 'વડ્ડી શરાબન' પર ફિદા અજય દેવગન !

નવી દિલ્હી : અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રિત સિંહની કોમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે'નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના મસ્તીભર્યા વેડિંગ સોંગ 'વડ્ડી શરાબન'માં તેનો અને રકુલ પ્રીત સિંહનો જબરદસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના શબ્દો જેટલા જબરદસ્ત છે એટલો જ એનો વીડિયો ગજબ છે. જોઈ લો આ જબરદસ્ત ગીત....

આ ગીતને ગાયું છે સુનિધિ ચૌહાણ અને નવરાજ હંસે. આ ગીતને સંગીત વિપિન પટવાએ આપ્યું છે. આ ગીતના મ્યુઝિક પ્રોડ્યુસર આદિત્ય દેવ અને ગૌરવ વાસવાની છે. આ ગીતને કુમારે લખ્યું છે અને ટી સીરિઝ કંપનીએ આ લેબલને લોન્ચ કર્યું છે. આ વીડિયો એક પંજાબી વેડિંગ સોંગ છે અને એમાં જબરદસ્ત મસ્તીનો માહોલ છે. આ ગીતમાં સુપરહોટ લાગે છે. 

આ ગીતના વીડિયોમાં અજય અને રકુલ પ્રીત વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર અજય અને રકુલ પ્રીત સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને 17મેના દિવસે રિલીઝ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More