Home> Entertainment
Advertisement
Prev
Next

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું- સુશાંત કેસ CBIને કરાયો ટ્રાન્સફર

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. હવે કેન્દ્ર સરકારે બિહાર સરકારની આ ભલામણ મંજૂર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું કે તેમણે સુશાંત કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. અત્રે જણાવવાનું કે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર આ કેસની સીબીઆઈ તપાસની માંગણી થઈ રહી હતી. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું- સુશાંત કેસ CBIને કરાયો ટ્રાન્સફર

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. હવે કેન્દ્ર સરકારે બિહાર સરકારની આ ભલામણ મંજૂર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું કે તેમણે સુશાંત કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. અત્રે જણાવવાનું કે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર આ કેસની સીબીઆઈ તપાસની માંગણી થઈ રહી હતી. પટણામાં નોંધાયેલા કેસને મુંબઈ ખસેડવા માટેની અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયની પેનલે કેસને ટ્રાન્સફર કરવાની માંગણી પર તમામ પક્ષોને ત્રણ દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે એક સપ્તાહ બાદ થશે. 

સુશાંત કેસ: આદિત્ય ઠાકરેના નિવેદન પર ભડકી કંગના, કહ્યું- પહેલા તમારા પિતા પાસે આ 7 સવાલના જવાબ માંગો

કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારી લેવાઈ છે. રિયા તરફથી વકીલ શ્યામ દીવાને કહ્યું કે એસજી તરફથી જે કહેવાયું, અહીં તે મામલો નથી, આવામાં કોર્ટ રિયાની અરજી પર ધ્યાન આપે. શ્યામ દિવાને તમામ કેસ પર રોક લગાવવાની માગણી કરી. શ્યામ દિવાને એમ પણ કહ્યું કે એફઆઈઆર ડ્યુડિક્શન મુજબ નથી. આવામાં કોર્ટ તમામ મામલે રોક લગાવે. 

બિહાર પોલીસ મુંબઈ પહોંચી અને પોતે જાતે જઈને પૂછપરછ કરવા લાગી. જ્યારે તે તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી. મુંબઈ  પોલીસ પહેલેથી કેસની તપાસ કરી રહી છે. રિયાના વકીલ શ્યામ દીવાને કહ્યું કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવી જોઈએ. શ્યામ દિવાને દલીલ કરતા કહ્યું કે સુશાંતના કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 59 લોકોની જુબાની લઈ ચૂકી છે. 

આ બાજુ જસ્ટિસ ઋષિકેશ રાયે કહ્યું કે સુશાંત ખુબ જ ટેલેન્ટેડ અને ઉભરતા કલાકાર હતાં અને તેમના રહસ્યમય રીતે મોત થવું તે ચોંકાવનારું છે. જસ્ટિસ ઋષિકેશ રાયે કહ્યું કે આ તપાસનો વિષય છે. 

મુંબઈ પોલીસને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે મુંબઈ પોલીસની પ્રોફેશનલ ઈમેજ સારી છે, પરંતુ આમ છતાં બિહાર પોલીસ ઓફિસરને ક્વોરન્ટાઈન કરવાથી સારો સંદેશ નથી ગયો. મહારાષ્ટ્ર પોલીસનો જો કે તેમણે પક્ષ લેતા કહ્યું કે આ કેસમાં એફઆઈઆર નોંધવી અને તપાસ કરવી બિહાર પોલીસના અધિકારક્ષેત્રમાં નથી આવતું. તેને રાજકીય કેસ બનાવી દેવાયો છે. જ્યારે સુશાંતના પિતાએ કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ પુરાવા નષ્ટ કરી રહી છે. 

રિયાએ સુપ્રીમમાં કરી છે અરજી
સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે 25 જુલાઈના રોજ રિયા ચક્રવર્તી, તેના પરિવારના સભ્યો અને છ અન્ય સભ્યો વિરુદ્ધ તેમના પુત્રને આત્મહત્યા માટે ઉક્સાવવાને લઈને પટણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને રિયાએ આ કેસને પટણાથી મુંબઈ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. સુશાંતના પિતાએ કોર્ટમાં કેવિએટ દાખલ કરી હતી. ત્યારબાદ બિહાર અને મહારાષ્ટ્ર સરકારે પણ કોર્ટને ભલામણ કરી છે કે આ અરજી પર કોઈ પણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ સાંભળવામાં આવે. 

સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો હતો કે ઉભરતી ફિલ્મ અભિનેત્રી, રિયાએ પોતાની કેરિયર આગળ વધારવા માટે મે 2019માં તેમના પુત્ર સાથે દોસ્તી કરી હતી. સુપ્રીમમાં રિયાએ આરોપ લગાવ્યો કે રાજપૂતના પિતાએ બિહારના પટણામાં તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો. 

સુશાંતના આ મિત્રે અચાનક કહ્યું- 'હું જીવતો છું', રિયા અને સિદ્ધાર્થને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતનું 14મી જૂને મોત થયું હતું. તેમણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોત બાદ દરેક જણ તેની સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં હતાં. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More