Home> Entertainment
Advertisement
Prev
Next

Sidharth Shukla ના નિધનના ગણતરીના કલાકો પહેલા શું થયું હતું? Hindustani Bhau એ જણાવી સચ્ચાઈ, જુઓ Video

બિગ  બોસ 13ના સ્પર્ધક રહી ચૂકેલા વિકાસ પાઠક કે જે હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau)ના નામથી જાણીતા છે તેઓ પણ સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધન બાદ તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવવા માટે દિવંગત અભિનેતાના ઘરે પહોંચ્યા હતા. 

Sidharth Shukla ના નિધનના ગણતરીના કલાકો પહેલા શું થયું હતું? Hindustani Bhau એ જણાવી સચ્ચાઈ, જુઓ Video

નવી દિલ્હી: ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી માત્ર તેમના નીકટના લોકો જ નહીં પરંતુ તેમના ફેન્સ પણ હેરાન પરેશાન છે. આખી ટીવી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. અભિનેતાના આકસ્મિક નિધનથી અનેક લોકો આઘાતથી તૂટી ગયા છે. તેમના મિત્રો અને ચાહનારા સતત તેમના પરિવાર માટે દુઆ કરી રહ્યા છે. બિગ  બોસ 13ના સ્પર્ધક રહી ચૂકેલા વિકાસ પાઠક કે જે હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau)ના નામથી જાણીતા છે તેઓ પણ સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધન બાદ તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવવા માટે દિવંગત અભિનેતાના ઘરે પહોંચ્યા હતા. 

સિદ્ધાર્થ શુક્લાના માતાને મળવા ગયા હિન્દુસ્તાની ભાઉ
મીડિયા સાથે હિન્દુસ્તાની ભાઉની વાતચીતનો વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં હિન્દુસ્તાની ભાઉએ જણાવ્યું છે કે મોતના ગણતરીના કલાકો પહેલા સિદ્ધાર્થ શુક્લા સાથે શું થયું હતું. હિન્દુસ્તાની ભાઉએ સિદ્ધાર્થ શુક્લાના માતા રિટા સાથે વાતચીતના આધારે આ વાતો મીડિયા સાથે શેર કરી. તેમણે જણાવ્યું કે સિદ્ધાર્થે 1-2 ડિસેમ્બરની રાતે શું કર્યું હતું. 

હિન્દુસ્તાની ભાઉએ જણાવી તે રાતની કહાની
તેમણે કહ્યું કે બધુ ઠીક હતું, સિદ (Sidharth Shukla) એ ડિનર કર્યું અને સારી રીતે સૂઈ ગયો. રાતે 3.30 વાગે તેણે માતા પાસે એક ગ્લાસ ઠંડુ પાણી માંગ્યુ કારણ કે તે બેચેની મહેસૂસ કરી રહ્યો હતો. ત્યારબાદ માતાએ પાણી આપ્યું. પછી તેમણે આઈસ્ક્રિમ પણ ખાધો અને પછી સૂઈ ગયો. સિદ્ધાર્થ તેના જિમ સેશન માટે સવારે લગભગ 10 વાગે ઉઠતો હતો પરંતુ તે દિવસે સવારે એલાર્મ વાગ્યું છતાં તે 10 વાગ્યા સુધી ઉઠ્યો નહીં અને પછી માતા તેના રૂમમાં ગઈ અને બધી વાત ખબર પડી. 

બિગ બોસ 13માં સિદ્ધાર્થ સાથે જોવા મળ્યો હતો હિન્દુસ્તાની ભાઉ
અત્રે જણાવવાનું કે સિદ્ધાર્થ શુક્લા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા હિન્દુસ્તાની ભાઉએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. અને લખ્યું હતું કે RIP દોસ્ત. અત્રે જણાવવાનું કે હિન્દુસ્તાની ભાઉ પણ બિગ બોસ 13માં સામેલ હતા. શો દરમિયાન તેમનો તાલમેળ સિદ્ધાર્થ સાથે બહુ સારો નહતો. 

સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર થયું નિધન
લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણએ નિધન થયું. 3 સપ્ટેમ્બરે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સિદ્ધાર્થની ઉંમર ફક્ત 40 વર્ષની હતી અને તેના પરિવારમાં માતા અને બે બહેન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More