Home> Entertainment
Advertisement
Prev
Next

Sidharth Shukla નો વીડિયો જોઈને કહેશો, આ તો કોઈ ઉંમર નથી જવાની...

બિગબોસ 13 ના વિનર સિદ્ધાર્થ શુક્લાના નિધન પર સમગ્ર ટેલિવુડ શોક્ડ છે. સુશાંતસિંહ રાજપૂતની જેમ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના નિધન પર પણ ચાહકોને વિશ્વાસ થઈ નથી રહ્યો. તેઓ 40 વર્ષની ઉંમરમાં જ દુનિયાને છોડીને જતા રહ્યા છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ સવારે ઉઠી શક્યા ન હતા. હાલ આ એક્ટરના નિધનથી સૌ કોઈ શોક્ડ છે. ત્યારે સિદ્ધાર્થના સ્ટ્રગલના દિવસો દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે સિદ્ધાર્થ ઉમદા કલાકાર હતા.

Sidharth Shukla નો વીડિયો જોઈને કહેશો, આ તો કોઈ ઉંમર નથી જવાની...

ઝી મીડિયા/બ્યૂરો :બિગબોસ 13 ના વિનર સિદ્ધાર્થ શુક્લાના નિધન પર સમગ્ર ટેલિવુડ શોક્ડ છે. સુશાંતસિંહ રાજપૂતની જેમ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના નિધન પર પણ ચાહકોને વિશ્વાસ થઈ નથી રહ્યો. તેઓ 40 વર્ષની ઉંમરમાં જ દુનિયાને છોડીને જતા રહ્યા છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ સવારે ઉઠી શક્યા ન હતા. હાલ આ એક્ટરના નિધનથી સૌ કોઈ શોક્ડ છે. ત્યારે સિદ્ધાર્થના સ્ટ્રગલના દિવસો દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે સિદ્ધાર્થ ઉમદા કલાકાર હતા.

કરિયરના શરૂઆતના દિવસોનો વીડિયો
સિદ્ધાર્થ શુક્લાનો આ વીડિયો તેમના કરિયરની શરૂઆતનો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ ઓડિશન આપતા દેખાય છે. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા ઓડિશન દરમિયાન જોક પણ સંભળાવી રહ્યાં છે. તેમનો આ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. 

સાદગીભર્યો સિદ્ધાર્થનો લુક
ઓડિશન વીડિયોમાં સિદ્ધાર્થનો લૂક એકદમ સાદગીભર્યો છે, પરંતુ તે ડેશિંગ લાગી રહ્યાં છે. આ વીડિયો તેમના બિગબોસ જીત્યા બાદ પણ વાયરલ થયો હતો. જેના બાદ ખુદ સિદ્ધાર્થ કહ્યુ હતું કે આ વીડિયો તેમના માટે પણ ખાસ છે. 

બિગબોસ 13ની સીઝનમાં સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝની વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં આખરે વધુ વોટથી સિદ્ધાર્થ શુક્લા વિનર રહ્યા હતા.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More