Home> Entertainment
Advertisement
Prev
Next

Yodha on OTT: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝ

Yodha on OTT: આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા ભારે જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મને એટલી જ શાંતિથી ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શનમાં બની હતી.

Yodha on OTT: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝ

Yodha on OTT: બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન થ્રિલર ફિલ્મ યોદ્ધા સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા ભારે જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મને એટલી જ શાંતિથી ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શનમાં બની હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે દિશા પટની અને રાશિ ખન્ના પણ જોવા મળે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. 

આ પણ વાંચો: રોડ પર ચિકન રોલ વેંચતા બાળકને જોઈ અર્જુન કપૂર ભાવુક થયો, મદદ કરવા લીધો મોટો નિર્ણય

સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન થ્રિલર ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરી દેવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોદ્ધાનું પોસ્ટર શેર કરીને જણાવ્યું હતું કે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે. 

યોદ્ધા ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એક કમાન્ડોની ભૂમિકામાં છે. જે પ્લેન હાઇજેકમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવે છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ગ્લેમર ક્વીન દિશા પટની પણ એક્શન અવતારમાં જોવા મળે છે. 

આ પણ વાંચો: અનન્યા પાંડેએ શેર કર્યો એવો ફોટો કે આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપની ચર્ચા થઈ તેજ

સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન થ્રીલર ફિલ્મ યોદ્ધા 15 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટિક્સ તરફથી પોઝિટિવ રીવ્યુ મળ્યા હતા પરંતુ આ ફિલ્મ ઓડીયન્સને ખુશ કરી શકી નહીં. જેના કારણે બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો બિઝનેસ સારો રહ્યો નથી. જોકે હવે ઓટીટી પર આ ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More