Home> Entertainment
Advertisement
Prev
Next

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ સુશાંતની બહેને ટ્વીટ કરી કહી આ વાત

 સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ સુશાંતની બહેને ટ્વીટ કરી કહી આ વાત

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. તેને ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં રિયાએ આ વાત સ્વિકારી લીધી છે કે તે સુશાંતને ડ્રગ્સ પુરૂ પાડૅતી હતી સાથે જ તે ડ્ર્ગ્સ લેતી હતી. રિયાની ધરપકડ બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાનું રિએક્શન આપ્યું છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

શ્વેતા સિંહે કીર્તિને કર્યું ટ્વીટ
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વીટ કરીને ભગવાનનો ધન્યવાદ વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું 'ભગવાન અમારી સાથે છે #GodIsWithUs.' સ્પષ્ટ છે કે સુશાંતનો આખો પરિવાર આ કાર્યવાહીથી ખૂબ ખુશ થશે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની મોતના 86 દિવસ બાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે. 

રિયા ચક્રવર્તીની થઇ ધરપકડ
તમને જણાવી દઇએ કે રવિવારે અને સોમવારે થયેલી પૂછપરછ બાદ હવે ત્રીજા દિવસે પણ પૂછપરછ માટે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને NCBએ બોલાવ્યા હતા. 10.35 મિનિટ પર રિયા NCB ઓફિસ પહોંચી અને લગભગ સવા ત્રણ વાગે તેમની ધરપકડના સમાચાર આવ્યા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More