Home> Entertainment
Advertisement
Prev
Next

New Laws થી ખુશ હતી Shraddha Kapoor પરંતુ Salman Khan નો ફોટો ક્રોપ કરીને ટ્રોલ થઈ

બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને (Shraddha Kapoor) હાલમાં ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ટ્રોલ થવા પાછળ તેની ઇન્સ્ટા સ્ટોરી (Shraddha Kapoor Insta Story) છે, જેમાં તેણે અખબારનું એક પેજ શેર કર્યું હતું

New Laws થી ખુશ હતી Shraddha Kapoor પરંતુ Salman Khan નો ફોટો ક્રોપ કરીને ટ્રોલ થઈ

નવી દિલ્હી: બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને (Shraddha Kapoor) હાલમાં ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ટ્રોલ થવા પાછળ તેની ઇન્સ્ટા સ્ટોરી (Shraddha Kapoor Insta Story) છે, જેમાં તેણે અખબારનું એક પેજ શેર કર્યું હતું, આ પેજમાં એક સમાચાર હતા કે, પ્રાણીઓ સામે હિંસા કરનાર લોકોને 75 હજાર રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની જેલ થશે. પરંતુ શ્રદ્ધાએ (Shraddha Kapoor) આ સમાચારને બાદમાં ક્રોપ કરી રીશેર કર્યા. આ રીશેરિંગના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

આ કારણે ટ્રોલ થઈ શ્રદ્ધા
પ્રાણીઓ સામે થઈ રહેલી હિંસાને લઇને એક નવો નિયમ લાગુ થયો છે. તેના અનુસાર પ્રાણીઓની સાથે હિંસા કરનાર લોકોને 75 હજાર રૂપિયાનો દંડ આપવો પડી શકે છે. આ સાથે જ તેને 5 વર્ષની સજા પણ થઈ શકે છે. શ્રદ્ધાએ (Shraddha Kapoor) આ નવા નિયમનું સ્વાગત કરતા તેને જલ્દીથી લાગુ કરવાની વાત કરી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Shraddha Kapoor Instagram) પર આ સમાચારને લઇને પેપરનું એક કટિંગ શેર કર્યું અને જલ્દીથી જલ્દી લાગુ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો:- આ કેન્દ્રીય મંત્રીની પુત્રી કરશે બોલીવુડમાં એન્ટ્રી, નામ જાણીને ચોંકી જશો

શ્રદ્ધા કપૂરે જે ન્યૂઝ પેપરનું કટિંગ સ્ટોરી પર શેર કર્યું હતું, તેમાં સલમાન ખાનની (Salman Khan) તસવીર પણ સામેલ હતી. તેમાં સલમાન ખાનના કાળિયાર શિકાર કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. એવામાં એક્ટ્રેસે આ વાત પર ધ્યાન આપ્યા વગર પોસ્ટ શેર કરી હતી. જો કે, થોડી વાર પછી તેનું ધ્યાન ગયું, તેણે તાત્કાલીક પેપરથી સલમાન ખાનનો ફોટો ક્રોપ કર્યો અને ફરી સ્ટોરી શેર કરી. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વાતને નોટિસ કરી અને હવે શ્રદ્ધા કપૂરને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:- ગરબે ઘૂમવા માટે થઇ જાવ તૈયાર કારણ કે આવી રહ્યા છે 'દયાબેન'

સલમાનના આ સમાચારને કર્યા હતા ક્રોપ
તમને જણાવી દઇએ કે, અખબારમાં છપાયેલા સલમાન ખાનને (Salman Khan) લગતા એક સમાચાર આવ્યા હતા કે, સલમાને કોંકણી કાળિયાર શિકાર કેસમાં સરકારને અપીલ કરી હતી, તેણે વર્ચ્યુઅલ હાજરી દ્વારા જામીન બોન્ડ ભરવાની મંજૂરી કોર્ટે દ્વારા મળી ગઈ છે. જેનો અર્થ છે કે, સલમાન ખાન મુંબઇથી જ વર્ચ્યુઅલ હાજરી નોંધાવી શકશે. તમને જણાવી દઇએ કે, સલમાન ખાને સતત 17 વખત હાજરીની માફી લીધી છે. આ સ્થિતિમાં 6 ફ્રેબ્રુઆરીએ તેને માફી મળવાની સંભાવના ઓછી હતી. કોઈપણ સંજોગોમાં તેને કોર્ટમાં હાજર થવા માટે જોધપુર આવવું જ પડતું. જોધપુર આવવાનું ટાળવા માટે આ અરજી હવે સલમાન ખાન (Salman Khan) દ્વારા કરવામાં આવી હતી જેની મંજૂરી તેને મળી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More