Home> Entertainment
Advertisement
Prev
Next

Shilpa Shetty અને Raj Kundra એ ભેગા મળીને કર્યું ફ્રોડ! છેતરપિંડીનો નોંધાયો કેસ

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પોર્નોગ્રાફી કેસ (Pornography Case) ના કારણે ઘણા સમયથી મુશ્કેલીમાં છે. ત્યારે રાજના જામીનના થોડા દિવસો બાદ તેનું નામ અન્ય એક કેસમાં સામે આવ્યું છે

Shilpa Shetty અને Raj Kundra એ ભેગા મળીને કર્યું ફ્રોડ! છેતરપિંડીનો નોંધાયો કેસ

મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પોર્નોગ્રાફી કેસ (Pornography Case) ના કારણે ઘણા સમયથી મુશ્કેલીમાં છે. ત્યારે રાજના જામીનના થોડા દિવસો બાદ તેનું નામ અન્ય એક કેસમાં સામે આવ્યું છે. આ વખતે છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીનું નામ પણ નોંધાયું છે.

કોણે કરી ફરિયાદ
મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નીતિન બારાઈ નામના વ્યક્તિએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેના પતિ રાજ કુન્દ્રા, કાશિફ ખાન સહિત કેટલાક લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. મામલો વર્ષ 2014 નો છે, ફરિયાદ મુજબ રાજ અને શિલ્પાએ બારાઈ સાથે એક કરોડથી વધુ પૈસાની છેતરપિંડી કરી છે.

ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોવ તો ના કરતા આ કામ, નહીં તો માથે પડી જશે મોટી ટાલ

આ છે સમગ્ર મામલો
નીતિન બારાઈના જણાવ્યા અનુસાર, વર્ષ 2014 માં SFL ફિટનેસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર કાશિફ ખાને શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથે મળીને પીડિતને ફિટનેસ બિઝનેસમાં 1 કરોડ 51 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં જ્યારે વસ્તુઓ યોગ્ય રહી નહીં. તો પીડિતે તેના પૈસા પાછા માંગ્યા ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી.

Anupama થી Imlie સુધી, ઓળખી બતાવો બાળપણમાં ક્યૂટ દેખાતી TV ની આ વહુઓને

ટૂંક સમયમાં થઈ શકે છે પૂછપરછ
પોલીસે આરોપીઓ સામે કલમ 406, 409, 420, 506, 34, 120 (બી) હેઠળ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસ આ કેસમાં જલ્દી જ આરોપીઓની પૂછપરછ પણ કરી શકે છે, રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા પોલીસ જલ્દી જ તેમનો સંપર્ક કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More