Home> Entertainment
Advertisement
Prev
Next

‘JNUની ટુકડે ટુકડે ગેંગને હું મફતમાં શિકારા ફિલ્મ બતાવીશ....’

જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં કાશ્મીરથી કાશ્મીરી પંડિતો (kashmiri Pandit) ના પલાયન પર વિધુ વિનોદ ચોપરા (Vidhu Vinod Chopra) એ ફિલ્મ શિકારા (Shikara) બનાવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના રિલીઝની વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવવાની માંગ કરાઈ છે. 

‘JNUની ટુકડે ટુકડે ગેંગને હું મફતમાં શિકારા ફિલ્મ બતાવીશ....’

ઝી મીડિયા/બ્યૂરો :જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં કાશ્મીરથી કાશ્મીરી પંડિતો (kashmiri Pandit) ના પલાયન પર વિધુ વિનોદ ચોપરા (Vidhu Vinod Chopra) એ ફિલ્મ શિકારા (Shikara) બનાવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના રિલીઝની વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવવાની માંગ કરાઈ છે. 

120 રૂપિયામાં માતાપિતાએ બાળકીને પીવડાવ્યું મોત, સ્તનપાન કરીને સવારે બાળકી ઉઠી જ નહિ...

આ મામલામાં લઈને વિધુએ ઝી ન્યૂઝને વાતચીતમાં કહ્યું કે, હું 26 વર્ષનો હતો ત્યારથી આ ફિલ્મ બનાવવા માંગતો હતો. પહેલા મારું બેકગ્રાઉન્ડ જાણી લો, હુ ખુદ કાશ્મીરમાં મોટો થયો છું. મેં આ ફિલ્મ મારી માતા માટે બનાવી છે.

સીએએને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર તેમણે કહ્યું કે, લોકોની સાથે સંવાદ કરવો જરૂરી છે. ત્યારે જ આ વિવાદમાંથી મુક્તિ મળી શકશે. હું શાહીનબાગ જેવી ઘટનાઓની વિરુદ્ધ છું. આ પ્રકારની ઘટનાઓ દેશને તોડે છે. શાહીન બાગમાં Zee newsની સાથે જે થયુ તે ખોટું થયું. જેએનયુ વિદ્યાર્થીઓની ટુકડે ટુકડે ગેંગ પર તેઓ બોલ્યા કે, હું તેઓને ફ્રીમાં ફિલ્મ બતાવીશ, જેથી તેઓ આ ફિલ્મ પરથી કંઈક શીખી શકશે. 

અમદાવાદ માટે માથાનો દુખાવો બનેલ આ પહાડ હવે જલ્દી જ થઈ જશે ગાયબ 

ફિલ્મના બજેટને લઈને તેઓ બોલ્યા કે, મારા એકાઉન્ટન્ટ મારાથી બહુ જ દુખી છે. જેટલામાં મેં આ ફિલ્મ બનાવી છે, તેટલા બજેટમાં મુન્નાભાઈ અને થ્રી ઈડિયટ જેવી ફિલ્મો બની શક્તી હતી. 

જમ્મુ-કાશ્મીરથી 370 હટાવવા જવા પર તેઓ બોલ્યા કે, હું પીએમ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છું. કોઈ પણ વિવાદમાં સંવાદ થવો જરૂરી છે. બસ એ જ રીતે અનુપમ ખેર અને નસરુદ્દીન શાહે બંનેએ કોફી ટેબલ પર બેસીને વાત કરવી જોઈએ.

મોટા નફાની લાલચમાં રોકાણકારોએ પોતાના રૂપિયા પણ ગુમાવી દીધા, વડોદરાની કંપની કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ

વિધુએ શિકારા ફિલ્મ વિશે જણાવ્યું કે, આ ફિલ્મમાં અમે રિયલ હકીકત નાંખી છે. જેમ કે, રિફ્યુજીઓને ખાવામાં સફરજનને બદલે ટામેટા આપવામાં આવતા હતા અને જ્યારે ટામેટા ઓછા પડી જાય તો તેઓને અડધા અડધા કરીને પણ વહેંચવામાં આવતા હતા. આ રીતે અનેક રિયલ સીન ફિલ્મમાં જોઈને તમે ભાવુક થઈ જશો. 

આ ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. એઆર રહેમાને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. પરંતુ આ ફિલ્મ માટે તેઓએ વિધુ વિનોદ ચોપરા પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવૂડના લેટેસ્ટ ન્યૂઝ જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More