Home> Entertainment
Advertisement
Prev
Next

પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી શ્રદ્ધા કપૂર, કહ્યું કે...

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી'નું ટ્રેલર ગુરુવારે લોન્ચ થયું છે

પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી શ્રદ્ધા કપૂર, કહ્યું કે...

નવી દિલ્હી : એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી'નું ટ્રેલર ગુરુવારે લોન્ચ થયું છે. આ ટ્રેલરમાં મજેદાર અંદાજમાં છે. આ હોરર કોમેડીમાં રાજકુમાર અને શ્રદ્ધાની જોડી પણ બરાબર જામે છે. આ લોન્ચિંગમાં શ્રદ્ધાએ પોતાના બ્રેકઅપનું દુખ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. આ ટ્રેલર લોન્ચ વખતે જ્યારે શ્રદ્ધાએ એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે જીવનમાં સૌથી વધારે દુખ દિલ તૂટે છે ત્યારે થાય છે. આમ, તેણે પોતાની પીડાને શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. 

નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરની લવસ્ટોરી એક ચર્ચાનો વિષય બની હતી. જોકે હવે સાંભળવા મળ્યું છે કે બંને વચ્ચે સંબંધો સારા નથી અને તેમણે બ્રેકઅપ કરી લીધું છે. શ્રદ્ધા કરિયર પર ધ્યાન આપવા માગે છે અને એણે ફરહાન સાથે અંતર પણ જાળવવાનું શરૂ કરી દીધું છે. શ્રદ્ધાએ સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પરથી પણ ફરહાનને ‘અનફોલો’ કરી દીધો છે. જોકે રસપ્રદ વાત એ છે કે ફરહાન હજી પણ શ્રદ્ધાને ફોલો કરી રહ્યો છે. 

શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરને શ્રદ્ધા અને ફરહાન વચ્ચેનો સંબંધ બિલકુલ પસંદ નથી. સૂત્રોના કહવા પ્રમાણે શક્તિ કપૂરે શ્રદ્ધાને ચેતવણી પણ આપી છે કે ફરહાન સાથે સંબંધ વધારે નહીં જેના પગલે છેલ્લા ઘણા સમયથી બન્ને એક સાથે જોવા મળ્યાં નથી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More