Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખ ખાનનો સ્પેશિયલ ઈન્ટરવ્યુ સ્પેશિયલ વ્યક્તિ સાથે, લોકોએ કર્યો ખૂબ પસંદ

નેટફ્લિક્સ(Netflix) પર તેને જોયા પછી શાહરૂખ ખાનના પ્રશંસક તેના પર પ્રતિક્રકિયા આપતાં ખુદને રોકી શક્યા નથી. ટ્વીટપર બોલિવૂડના 'બાદશાહ' પર ભરપૂર પ્રેમ વરસાવાઈ રહ્યો છે. શાહરૂખે ટ્વીટ પર કહ્યું કે, તેણે પોતાના નાના પુત્ર અબરામ સાથે આ ઈન્ટરવ્યૂ જોયો છે. 
 

શાહરૂખ ખાનનો સ્પેશિયલ ઈન્ટરવ્યુ સ્પેશિયલ વ્યક્તિ સાથે, લોકોએ કર્યો ખૂબ પસંદ

નવી દિલ્હીઃ પ્રખ્યાત ટીવી હોસ્ટ ડેવિડ લેટરમેન(David Letterman) સાથે બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો(Shahrukh Khan) ઈન્ટરવ્યૂ(Interview) જોઈને દુનિયાભરમાં તેના પ્રશંસકો ફરીથી ખુશ થઈ ગયા છે. લોકોને એક વિશેષ વ્યક્તિએ લીધેલો આ વિશેષ ઈન્ટરવ્યુ ખુબ જ ગમ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

નેટફ્લિક્સ(Netflix) પર તેને જોયા પછી શાહરૂખ ખાનના પ્રશંસક તેના પર પ્રતિક્રકિયા આપતાં ખુદને રોકી શક્યા નથી. ટ્વીટપર બોલિવૂડના 'બાદશાહ' પર ભરપૂર પ્રેમ વરસાવાઈ રહ્યો છે. શાહરૂખે ટ્વીટ પર કહ્યું કે, તેણે પોતાના નાના પુત્ર અબરામ સાથે આ ઈન્ટરવ્યૂ જોયો છે. 

શાહરૂખે ટ્વિટ કરતા લખ્યું હતું કે, "અંતે મારી નરમ પથારીમાં આરામથી નાના પુત્ર સાથે બેસી ગયો છું. ચાલો આજે નેટફ્લિક્સ ઈન્ડિયા પર કંઈક નવું જોઈએ છીએ. ત્યાં જ સ્ક્રીન પર એક પોપ અપ આવે છે, જેને જોઈને અબરામ કહે છે, પાપા, યહ તો કુછ નયા નહીં હૈ. યે તો આપ હૈં."

fallbacks

તેની આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા એક પ્રશંસકે લખ્યું કે, "ખુબ જ ગમ્યો. સૌથી વધુ તમારું એ નિવેદન કે શાહરૂખ ખાન એક મિથ છે, હું તો બસ તેના માટે કામ કરું છું. તમને વધુ સન્માન મળે."

બીજા એક પ્રશંસકે લખ્યું કે, "તમે સર્વશ્રેષ્ઠ છો અને સર્વશ્રેષ્ઠ રહેશો. તમે એકમાત્ર એવા દિગ્ગજ છો, જે પોતાના અભિનય અને પ્રતિભા સાથે સૌના દિલ જીતી શકે છે. તમને અમારો અઢળક પ્રેમ." હવે, શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે. 

જુઓ LIVE TV...

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More