Home> Entertainment
Advertisement
Prev
Next

કબીર સિંહ બાદ હવે આ સાઉથની હિન્દી રીમેક સાથે ધમાલ મચાવશે શાહિદ કપૂર

‘કબીર સિંહ’ (Kabir Singh)ની સફળતાની મજા ઉઠાવી રહેલા બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર હવે તેલુગૂ ફિલ્મ ‘જર્સી’ (Jersey)ની હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવ્યા છે

કબીર સિંહ બાદ હવે આ સાઉથની હિન્દી રીમેક સાથે ધમાલ મચાવશે શાહિદ કપૂર

નવી દિલ્હી: ફિલ્મ ‘કબીર સિંહ’ (Kabir Singh)ને પસંદ કરનાર લોકો માટે અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ‘કબીર સિંહ’ (Kabir Singh)થી બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવનાર શાહિદ કપૂર (Shahid Kapoor) હવે વધુ એક તેલુગૂ સુપરહિટ ફિલ્મ હિન્દી રીમેકમાં જોવા મળશે.

આ પણ વાંચો:- ‘ઓ ઓ જાને જાના...’નું ન્યૂ વર્ઝન થયુ વાયરલ, Video જોઇ તેમે પણ ગીતમાં ડૂબી જશો

‘કબીર સિંહ’ (Kabir Singh)ની સફળતાની મજા ઉઠાવી રહેલા બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર હવે તેલુગૂ ફિલ્મ ‘જર્સી’ (Jersey)ની હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. તેનું હિન્દી વર્ઝનનું નિર્દેશન મૂળ ફિલ્મા નિર્દેશક ગૌથમ તિન્નાનોરી જ કરશે.

આ પણ વાંચો:- દરરોજ સેટ પર કંઇક આ રીતે પહોંચે છે વરૂણ ધવન, જુઓ Video

ફિલ્મમાં શાહિદને લેવા પર જાણો ગૌથમે શું કહ્યું, હું મારી ફિલ્મ જર્સીને હિન્દી રીમેક અને તેને રાષ્ટ્રીય સ્તર પર દર્શકોની સામે લાવવા માટે ઘણો ઉત્સુક છું અને હિન્દી દર્શકો માટે મૂળ ફિલ્મને વાસ્તવિક જાદુને પુન: જીવંત કરવા માટે શાહિદ કપૂરથી સારો કોઇ એક્ટર ન હોઇ શકે.

આ પણ વાંચો:- અમીષા પટેલ પર કરોડો રૂપિયાનું ચીટિંગ કરવાનો આરોપ લાગ્યો, ધરપકડ વોરન્ટ જાહેર થયું

'જર્સી'ના તેલુગુ વર્ઝનમાં મુખ્ય પાત્રનું નામ અર્જુન છે. આ પાત્ર નાનીએ ભજવ્યું હતું. આમાં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે કરેલા પાત્રનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. 'જર્સી'ની હિન્દી રિમેક અલ્લુ અરવિંદ, અમન ગિલ, દિલ રાજુ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ 28 ઓગસ્ટ, 2020 ના રોજ રીલિઝ થશે.
(ઇનપુટ આઇએએનએસથી પણ)

જુઓ Live TV:- 

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More