Home> Entertainment
Advertisement
Prev
Next

Shah Rukh Khan: માથા પર તિલક, હસતો ચહેરો...કિંગ ખાનનો આ Photo જોયો તમે? 

Shah Rukh Khan Unseen Vaishno Devi Photo: બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝના આરે છે. ત્યારે અભિનેતા હાલમાં જ વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. શાહરૂખ ખાનની વૈષ્ણોદેવી માતાના દરબારમાં પડાવેલી એક તસવીર હાલ વાયરલ થઈ રહી છે. 

Shah Rukh Khan: માથા પર તિલક, હસતો ચહેરો...કિંગ ખાનનો આ Photo જોયો તમે? 

Shah Rukh Khan Vaishno Devi Photo: બોલીવુડના બાદશાહ અને રોમાન્સ કિંગ ગણાતા અભિનેતા શાહરૂખ ખાન ઘણા સમયથી રૂપેરી પડદે દેખાયા નથી. ફેન્સ તેમને થિયેટર્સમાં જોવા માટે આતુર બની રહ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ જાન્યુઆરી 2023માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન હાલમાં જ વૈષ્ણો દેવી જોવા મળ્યા હતા. હવે આ મુલાકાત દરમિયાનની એક તસવીર સામે આવી છે જે ફેન્સના મન જીતી રહી છે. 

વૈષ્ણોદેવી ગયા હતા શાહરૂખ ખાન
શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ 2018માં ઝીરો આવી હતી જે જરાય ચાલી નહતી. ત્યારબાદ ચાર વર્ષ પછી શાહરૂખ ખાન પઠાણ ફિલ્મ સાથે કમબેક કરી રહ્યા છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન ફિલ્મની સફળતાની પ્રાર્થના કરવા માટે વૈષ્ણો દેવી ગયા હતા અને ત્યાં માતાજીના દર્શન અને પ્રાર્થના કરીને મુંબઈ પાછા ફર્યા. 

સામે આવી આ તસવીર
શાહરૂખ ખાનના વૈષ્ણોદેવી જવાની ખબર અને પાછા ફર્યા બાદ તેમનો એરપોર્ટનો એક વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વૈષ્ણોદેવીમાં હતાં ત્યારેની કોઈ તસવીર સામે આવી નહતી. પણ હવે સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની વૈષ્ણો દેવીથી એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં અભિનેતાએ માથા પર તિલક લગાવેલું છે અને તેઓ સિમ્પલ કપડામાં જોવા મળી રહ્યા છે. હસતાં હસતાં શાહરૂખ ખાન કેટલાક લોકો સાથે ફોટો પડાવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલે પઠાણનું એક ગીત પણ રિલીઝ થયું છે. ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ  રિલીઝ થવાની છે. 

આ વીડિયો પણ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More