Home> Entertainment
Advertisement
Prev
Next

Shah Rukh Khan નું વધ્યું ટેન્શન, પત્ની Gauri Khan વિરુદ્ધ લખનઉમાં થઈ FIR

FIR Against Gauri Khan : ગૌરી ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 409 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈમાં રહેતા જસવંત શાહ એ શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પર આરોપ લગાવ્યો છે કે..... 

Shah Rukh Khan નું વધ્યું ટેન્શન, પત્ની Gauri Khan વિરુદ્ધ લખનઉમાં થઈ FIR

FIR Against Gauri Khan : બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની મુસીબતમાં વધારો થયો છે. ગૌરી ખાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. ગૌરી ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 409 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈમાં રહેતા જસવંત શાહ એ શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પર આરોપ લગાવ્યો છે કે તે જે કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી તે કંપનીને ફ્લેટ માટે 86 લાખ રૂપિયા આપ્યા પછી પણ તેને ફ્લેટનો કબજો નથી આપ્યો. 

ફરિયાદ કરનાર વ્યક્તિએ ગૌરી ખાન ઉપરાંત તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ લિમિટેડ ના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર અનિલ કુમાર તુલસીયાની અને ડાયરેક્ટર મહેશ તુલસીયાની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ કરનાર વ્યક્તિનું કહેવું છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન થી પ્રભાવિત થઈને ફ્લેટ ખરીદ્યો હતો. 

આ પણ વાંચો:

Bhool Bhulaiyaa 3 નું ટીઝર રિલીઝ, 'રુહ બાબા'એ શેર કરેલો Video જોઈને ડરી જશો તમે પણ

Raha Kapoor ના નામે વિલ બનાવવા રણબીરની સીએ સાથે થઈ ચર્ચા, એક્ટરે ખુદ કર્યો ખુલાસો

Kirron Kher છે અનુપમ ખેરની બીજી પત્ની, પહેલા આ અભિનેત્રી સાથે કર્યા હતા પ્રેમ લગ્ન

તાજેતરમાં જ ગૌરી ખાન અને શાહરુખ ખાન તેની મેનેજર પૂજા દદલાણી ના મુંબઈના ઘરે પહોંચ્યા હતા. ખાન પરિવાર પૂજા દદલાનીના ઘરની બહાર જોવા મળ્યો હતો. જોકે આ સમયે તેમણે મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું. ગૌરી ખાન સાથે આર્યન ખાન પણ જોવા મળ્યો હતો. 

મહત્વનું છે કે ગૌરી ખાન ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તેની પોતાની એક બ્રાન્ડ છે. તેની બ્રાન્ડનું નામ ગૌરી ખાન ડિઝાઇન્સ છે. ગૌરી ખાન હાલ પોતાના પતિ સાથે તેની ફિલ્મ પઠાણની સક્સેસ એન્જોય કરી રહી છે. શાહરુખ ખાનની ફિલ્મ પઠાને 1000 કરોડનું કલેક્શન કર્યું છે. તેની સામે ગૌરી ખાન સામે એફઆઇઆર દાખલ થતા ખાન પરિવારની ચિંતા વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More