Home> Entertainment
Advertisement
Prev
Next

અક્ષય કુમાર સાથે કામ કરવા ઈચ્છે છે શાહરૂખ ખાન, પરંતુ...

અક્ષય કુમાર એક એવો અભિનેતા છે, જેણે એક વર્ષમાં પાંચ ફિલ્મો કરી છે. 
 

અક્ષય કુમાર સાથે કામ કરવા ઈચ્છે છે શાહરૂખ ખાન, પરંતુ...

નવી દિલ્હીઃ બોલીવુડની યંગ જનરેશન આયુષ્માન ખુરાના, વિક્કી કૌશલ, કાર્તિક આર્યન અને રાજકુમાર રાવ જેવા અભિનેતા એક વર્ષમાં ઘણી ફિલ્મો શૂટ કરી રહ્યાં છે. પ્રોફેશનલ લાઇફને મેનેજ કરવાની તેની આ રીતે બોલીવુડના સૌથી અનુશાસિત અભિનેતા અક્ષય કુમારથી પ્રેરિત લાગે છે. અક્ષય કુમાર એક એવો અભિનેતા છે જેણે એક વર્ષમાં પાંચ ફિલ્મો કરી હતી. આ રીતે કહી શકીએ કે અક્ષયની અનુસરવો ઘણો મુશ્કેલ છે કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ટાઇમ મેનેજમેન્ટમાં કોઈ અક્ષયને મેચ કરી શકે નહીં. 

અક્ષય કુમાર તેના બધા પ્રોજેક્ટસ 40 થી 45 દિવસમાં પૂરા કરી લે છે અને જો તમારે તેની સાથે કામ કરવું છે તો સમયનું ધ્યાન રાખતા શિખવું પડશે. અક્ષયનું રૂટિન બધાને ચોંકાવી દે છે અને ઓછા લોકો અક્ષય પ્રમાણે ચાલી શકે છે. 

હાલમાં જ્યારે શાહરૂખ ખાનને પૂછવામાં આવ્યું કે, તે વર્ષમાં બે કે ત્રણ ફિલ્મો કરો તો કેમ મેનેજ કરશો. તેનાથઈ પણ સારૂ રહેશે જો તે એક ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કામ કરે. તેના જવાબમાં શાહરૂખે હસતા કહ્યું હું શું જવાબ આપું? હું અક્ષયની જેમ સવારે જલ્દી ઉઠી શકતો નથી.જ્યારે હું કામની શરૂઆત કરી રહ્યો હોવ ત્યારે અક્ષયનું રેપઅપ થઈ ગયું હોય છે. આજ કારણ છે કે, તે બાકીનો સમય પોતાના બીજા કામમાં આપી શકે છે. હું જરા પણ સમયનો પાક્કો નથી અને ઘણા એવા લોકો છે જે રાતના શૂટિંગ કરવાનું પસંદ કરતા નથી. 

શાહરૂખે મજાકમાં કહ્યું કે, જો તમે વિચારી રહ્યાં છે કે હું અને અક્ષય એક સાથે કામ કરીએ તો પણ બંન્ને સેટ પર નહીં મળીએ. તે જઈ રહ્યો હશે અને હું આવી રહ્યો હોઈશ. મહત્વનું છે કે, શાહરૂખ ખાન હાલમાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More