Home> Entertainment
Advertisement
Prev
Next

વર્ષ 2023 રહેશે શાહરુખ ખાનના નામે, આ વર્ષમાં કરશે ત્રીજો ધમાકો, જાહેર કરી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ

Dunki Film Release Date: જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઇવેન્ટ હોસ્ટ કરી હતી. જેના માધ્યમથી શાહરુખ ખાનના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ મળી છે. આ ઇવેન્ટમાં શાહરૂખખાને પોતાની અપકમિંગ ફિલ્મ ડંકી ની રિલીઝ ડેટ અનાઉન્સ કરી હતી. 

વર્ષ 2023 રહેશે શાહરુખ ખાનના નામે, આ વર્ષમાં કરશે ત્રીજો ધમાકો, જાહેર કરી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ

Dunki Film Release Date: બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાલ તેની ફિલ્મ જવાનની સફળતાને માણે છે. જવાન ફિલ્મ કમાણીની બાબતમાં રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઇવેન્ટ હોસ્ટ કરી હતી. જેના માધ્યમથી શાહરુખ ખાનના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ મળી છે. આ ઇવેન્ટમાં શાહરૂખખાને પોતાની અપકમિંગ ફિલ્મ ડંકી ની રિલીઝ ડેટ અનાઉન્સ કરી હતી. એટલે કે વર્ષ 2023 માં શાહરુખ ખાનની ત્રીજી ફિલ્મ પણ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો:

શાહરુખ ખાનની ફિલ્મ Jawan આ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, કરોડોમાં થઈ OTT રાઈટ્સની ડીલ

કોરોનાના કારણે લોકો તોડી રહ્યા હતા દમ ત્યારે શું ચાલી રહ્યું હતું લેબમાં? જુઓ ટ્રેલર

અવનીત કૌરે ગ્રીન રિવીલિંગ ડ્રેસ પહેરી ફોલો કર્યો 'સાઈડ બૂબ' ટ્રેંડ, બોલ્ડ ફોટો વાયરલ

શાહરુખ ખાનના જણાવ્યા અનુસાર ડંકી ફિલ્મ ક્રિસમસ 2023 પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે તાપસી પન્નૂ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થાય તેની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

આ અનાઉન્સમેન્ટ સાથે શાહરુખ ખાન એકમાત્ર એવો સ્ટાર બની ગયો છે જેની બ્લોકબસ્ટર ફિલ્મો એક વર્ષમાં રિલીઝ થઈ હોય. વર્ષની શરૂઆતમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ હતી.. જેને પણ જોરદાર સફળતા મેળવી અને કમાણી કરી છે. ત્યાર પછી જન્માષ્ટમી પર જવાન ફિલ્મ રિલીઝ થઈ હતી. જે પણ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. અને હવે વર્ષના અંતે એટલે કે ક્રિસ્મસ પર ડંકી ફિલ્મ રિલીઝ થશે. ટૂંકમાં કહીએ તો વર્ષ 2023 માં બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનનો દબદબો રહેવાનો છે. 

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન તો રેકોર્ડ બ્રેક કમાણી કરી ચૂકી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ડંકી ફિલ્મ બોક્સ ઓફિસ અને શાહરુખ ખાનના ચાહકોની અપેક્ષા પર કેટલી ખરી ઉતરે છે. કારણ કે પઠાન અને જવાન બાદ ચાહકોની અપેક્ષા પણ શાહરુખ ખાન પાસેથી વધી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More